તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Sunday, 29th December 2024
સિઝનની પ્રથમ મોટી હિમવર્ષા બાદ શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ
એરપોર્ટ ઓફ ઓથોરિટીએ આપી માહિતી

ભારે હિમવર્ષાને કારણે કાશ્મીર ખીણની તમામ ફ્લાઇટ્સ રદ થયાના એક દિવસ બાદ શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, શ્રીનગરની ફ્લાઈટ ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ ગઈ છે અને અમે સામાન્ય કામગીરીની અપેક્ષા રાખીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ભારે હિમવર્ષાને કારણે ફ્લાઈટ ઓપરેશન સ્થગિત કરવું પડ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, રનવે સાફ કરી દેવામાં આવ્યો હતો અને ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરતા પહેલા તમામ સુરક્ષા તપાસ કરવામાં આવી હતી."
કાશ્મીરમાં 2 દિવસ પહેલા સિઝનની પ્રથમ મોટી હિમવર્ષા થઈ અને તે શનિવાર સુધી ચાલુ રહી. હિમવર્ષાને કારણે હવાઈ સેવાઓને અસર થવા ઉપરાંત શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પણ બંધ કરવો પડ્યો હતો, જ્યારે રેલ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી. જો કે, હવે હાઈવે ક્લિયર થઈ ગયો છે અને પેસેન્જર વાહનોને ચાલવાની છૂટ આપવામાં આવી રહી છે, પરંતુ ડ્રાઈવરોને લેન શિસ્તનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
