News of Sunday, 29th December 2024
મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં 140 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા 10 વર્ષના સુમિતનો જીવ બચાવી શકાયો નહીં
16 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ રવિવારે સુમિતને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો .

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં 140 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા 10 વર્ષના સુમિતને બચાવી શકાયો ન હતો. 16 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ રવિવારે સુમિતને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. CMHO ડૉ. રાજકુમાર ઋષિશ્વરે મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે બાળકનું શરીર પાણીમાં હતું. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેના કપડાં પણ ભીના હતા. મોં કાદવથી ભરેલું હતું. ઠંડીમાં તેના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
ગુના જિલ્લા મુખ્યાલયથી લગભગ 50 કિલોમીટર દૂર પિપલિયા ગામમાં શનિવારે સાંજે લગભગ 5 વાગ્યે સુમિત મીના નામનો બાળક બોરવેલમાં પડી ગયો હતો. પીપલિયા ગામ રાઠોગઢ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. લગભગ 16 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું હતું, ત્યાર બાદ સુમિતને બોરવેલમાંથી બચાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રાઠોગઢના કોંગ્રેસના ધારાસભ્ય જયવર્ધન સિંહે ઘટનાસ્થળેથી ફોન પર વાત કરતાં કહ્યું હતું કે બચાવકર્મીઓએ આખી રાત કામ કર્યું હતું અને ખાડો અને બોરવેલ વચ્ચે સમાંતર ખાડો ખોદીને છોકરા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ગુના જિલ્લા મેજિસ્ટ્રેટ સતેન્દ્ર સિંહે જણાવ્યું કે બાળક લગભગ 39 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગયું હતું. બોરવેલ લગભગ 140 ફૂટ ઊંડો છે.
નોંધનીય છે કે રાજ્યના ગુનામાં શનિવારે (28 ડિસેમ્બર) એક દસ વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો હતો. ઘટનાની જાણકારી મળતાની સાથે જ ગુના પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પછી NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલો ગુના જિલ્લાના રાઘોગઢ વિસ્તારના જંજલ વિસ્તારમાં સ્થિત પિપલિયા ગામનો છે. અહીં રહેતો 10 વર્ષનો બાળક સુમિત મીના શનિવારે સાંજે પતંગ ઉડાવતી વખતે અચાનક બોરવેલમાં પડી ગયો હતો.
પરિવારજનોને સુમિતના કોઈ સમાચાર ન મળતાં તેઓએ સમગ્ર ગામમાં તેની શોધખોળ કરી હતી. આ પછી જ્યારે બોરવેલમાં જોયું તો સુમિત તેમાં ફસાયેલો જોવા મળ્યો હતો. માહિતી મળતાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને જેસીબી મશીનની મદદથી બોરિંગ પાસે ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ 16 કલાકની મહા મહેનત પછી પણ સુમિતને બચાવી શકાયો ન હતો.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
