News of Sunday, 29th December 2024
આઇસીસી અવૉર્ડ માટે ભારતના બે સ્ટાર ક્રિકેટર અર્શદીપ સિંહ અને સ્મૃતિ મંધાના નોમિનેટ થયા
લેફ્ટ-હૅન્ડ ઓપનર સ્મૃતિ મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બદલ તેને આઇસીસી વિમેન્સ ઓડીઆઇ (વન-ડે ઇન્ટરનૅશનલ) ક્રિકેટર ઑફ ધ યરના પુરસ્કાર માટે નૉમિનેટ કરાઈ

દુબઈઃ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 2024 ના વર્ષમાં ટી-20 ઇન્ટરનૅશનલમાં શાનદાર પર્ફોર્મ કર્યું અને જૂનના ટી-20 વર્લ્ડ કપમાં પણ તેનો પર્ફોર્મન્સ પ્રશંસનીય હતો જેને પગલે તે આઇસીસીના ટી-20 ફૉર્મેટ માટેના અવૅૉર્ડ નૉમિનેટ થયો છે. સ્ટાઇલિશ લેફ્ટ-હૅન્ડ ઓપનર સ્મૃતિ મંધાના 2024ના વર્ષ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રશંસનીય રમી એ બદલ તેને આઇસીસી વિમેન્સ ઓડીઆઇ (વન-ડે ઇન્ટરનૅશનલ) ક્રિકેટર ઑફ ધ યરના પુરસ્કાર માટે નૉમિનેટ કરવામાં આવી છે.
પચીસ વર્ષનો અર્શદીપ સિંહ હાલમાં ભારતની મર્યાદિત ઓવર્સ માટેની ટીમમાં જ સિલેક્ટ થાય છે. 2024માં ટી-20 રમનાર મુખ્ય ક્રિકેટ દેશોમાં અર્શદીપ અને શ્રીલંકાનો સ્પિનર વનિન્દુ હસરંગા 36-36 વિકેટ સાથે મોખરે છે. અર્શદીપે 36 વિકેટ 18 મૅચમાં અને હસરંગાએ 19 મૅચમાં લીધી હતી.
જોકે અર્શદીપને જે પુરસ્કાર (મેન્સ ટી-20 ક્રિકેટર ઑફ ધ યર) માટે નૉમિનેટ કરવામાં આવ્યો છે એ માટે બીજા ત્રણ દાવેદારો પણ છે. એમાં પાકિસ્તાનના બાબર આઝમ, ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝાનો સમાવેશ છે.
અર્શદીપ 36 વિકેટ સાથે એક કૅલેન્ડર-યરમાં સૌથી વધુ ટી-20 ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ભારતીય બોલર્સમાં ભુવનેશ્વર કુમાર (37 વિકેટ) પછી બીજા સ્થાને છે. અર્શદીપે આ વર્ષના ટી-20 વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે સૌથી વધુ 17 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનનો ફઝલહક ફારુકી 17 વિકેટ સાથે તેની સાથે મોખરે હતો.
લેફ્ટ-હૅન્ડ ઓપનર સ્મૃતિ મંધાનાએ વર્તમાન સીઝનમાં 12 ઇનિંગ્સમાં કુલ 743 રન બનાવ્યા છે અને તેની બૅટિંગ-ઍવરેજ 61.91 છે. તેણે બે સેન્ચુરી ફટકારી હતી.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
