News of Sunday, 29th December 2024
કોરિયા વિમાન દુર્ઘટના : મોત પહેલા જ શખ્સને મળ્યા હતા સંકેત: પ્લેનમાંથી મોકલ્યો મેસેજ : લોકો ચોંકી ગયા
-દક્ષિણ કોરિયામાં એક વિમાન રનવે પર લપસીને બાઉન્ડ્રી સાથે અથડાયું અને આગ લાગી ગઈ :દુર્ઘટનામાં 179 લોકોનો મોત થયા.માત્ર બે લોકો જ બચી શક્યા હતા

સોલ : દક્ષિણ કોરિયામાં રવિવારે સવારે એક ભયંકર દુર્ઘટના સામે આવી હતી. અહીં 181 લોકોને લઈ જતુ એક વિમાન મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટનાનો શિકાર થયું હતુ. આ વિમાન રનવે પર લપસીને બાઉન્ડ્રી સાથે અથડાયું અને આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 179 લોકોનો મોત થયા. જ્યારે માત્ર બે લોકો જ બચી શક્યા હતા.
આ દુર્ઘટના પછી પીડિત પરિવાર અને મિત્રોએ એરપોર્ટ પર પોતાના સ્વજનોની ભાળ મેળવવા માટે વલખા મારી રહ્યાં હતા. ઘણાં પરિવાર પોતાના સ્વજનોની શોધમાં હતાશ જોવા મળ્યાં. જ્યારે આ વિમાનમાં એક શખ્સ એવો પણ સવાર હતો, જેને પહેલાથી જ પોતાના મોતને લઈને સંકેત મળી ગયા હતા. તેણે પ્લેનની અંદરથી જ એક મેસેજ મોકલ્યો, જેને વાંચીને પરિવારજનો ચોંકી ગયા હતા અને તે દોડતા દોડતા એરપોર્ટ પહોંચી ગયા હતા.
એરપોર્ટમાં ઉપસ્થિત એક પરિવારે જણાવ્યું કે, દુર્ઘટનાની કેટલીક મિનિટ પહેલા તેને પ્લેનમાં સવાર શખ્સનો મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતુ કે એક પક્ષી વિમાનમાં ફસાઈ ગયું છે. વિમાન દુર્ઘટનાથી ઠીક પહેલા સવારે 9 વાગ્યા મોકલેલા મેસેજમાં તેણે લખ્યું હતુ કે, વિમાનના પાંખિયામાં પક્ષી ફસાઈ ગયું છે અને અમે લેન્ડ કરી શકતા નથી.
દક્ષિણ કોરિયા ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, જ્યારે એ શખ્સને પૂછવામાં આવ્યું કે, એ કેટલા સમય પહેલા થયું, તો તેને આશરે મિનિટ પછી જવાબ આપતા કહ્યું, “બસ હમણાં જ… શું હું પોતાની વસિયત બનાવી દઉં?”
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિમાનને રનવે પર લપસતા અને એરપોર્ટની બાઉન્ડ્રી ફેન્સિંગ સાથે અથડાતા જોઈ શકાય છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે, લેન્ડિંગના કેટલાક સમય પહેલા વિમાનના પાંખિયા સાથે પક્ષી અથડાતા આગ લાગી ગઈ હતી.
શરૂઆતની તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી કે, પક્ષીના અથડાવાથી વિમાનનો લેન્ડિંગ ગિયર ફેલ થઈ ગયો હતો. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનાથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
