<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

જે મુસ્‍લિમો નવા વર્ષની ઉજવણી કરે તે ગેર-ઈસ્‍લામિક છે

મૌલાના બરેલવીએ જાહેર કર્યો ફતવો

નવી દિલ્‍હી, તા.૩૦: નવું વર્ષ ૨૦૨૫ને હવે ફક્‍ત બે દિવસો બાકી છે, ત્‍યારે લોકો તેની ઉજવણીની તૈયારીમાં લાગી ગયા છે. આ બધાની વચ્‍ચે ઓલ ઈન્‍ડિયા મુસ્‍લિમ જમાતના રાષ્ટ્રીય અધ્‍યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ આજે રવિવારે નવા વર્ષની ઉજવણી કરવા અંગે ફતવો જાહેર કર્યો છે. તેમણે કહયું કે, ‘મુસ્‍લિમો માટે નવા વર્ષની ઉજવણી કરવી ગેરકાનૂની છે.' રઝવીના જણાવ્‍યા અનુસાર, આ ફતવો ચશ્‍મે દરફતા બરેલી દ્વારા બહાર પાડવામાં આવ્‍યો છે.

મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહયું કે, અમે નવા વર્ષ અંગે ફતવો બહાર પાડયો છે કે, યુવક-યુવતીઓ માટે નવા વર્ષની ઉજવણી કરવી યોગ્‍ય નથી. ફતવામાં કહેવામાં આવ્‍યું છે કે નવા વર્ષની ઉજવણી ન કરવી જોઈએ અને ન તો અભિનંદન આપવા જોઈએ.

‘જો કોઈપણ નવા વર્ષની ઉજવણી કરશે તો એ બિન-ઈસ્‍લામિક છે'

મૌલાનાએ કહયું કે, નવા વર્ષની ઉજવણી એ ખ્રિસ્‍તીઓનું ધાર્મિક કાર્ય છે અને કોઈપણ બિન-ધાર્મિક તહેવારની ઉજવણી કરવી એ મુસ્‍લિમો માટે સખ્‍ત વિરોધી છે. નવા વર્ષની ઉજવણી મુસ્‍લિમો માટે ગેરકાયદેસર છે અને ખાસ કરીને મુસ્‍લિમ યુવક-યુવતીઓએ નવા વર્ષની ઉજવણી ન કરવી જોઈએ. જો કોઈપણ નવા વર્ષની ઉજવણી કરશે તો એ ગેર-ઈસ્‍લામિક છે અને કોઈપણ મુસ્‍લિમ જે નવું વર્ષ ઉજવશે તે શરિયતની વિરુદ્ધ ગણાશે.

આ દરમિયાન લેખક સલમાન રશ્‍દીનું પુસ્‍તક ‘ધ સેટેનિક વર્સીસ' દેશમાં પ્રતિબંધિત થયાના ત્રણ દાયકા પછી વેચાણ માટે ઉપલબ્‍ધ હોવાના સમાચાર સામે બરેલવીએ વિરોધ વ્‍યક્‍ત કર્યો અને કહયું કે ‘પ્રતિબંધ ચાલુ રાખવો જોઈએ.'

(9:48 AM IST)