News of Monday, 30th December 2024
પંજાબ-હરિયાણા-ચંદીગઢ-રાજસ્થાનમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાશે : યુપીમાં ૩ થી ૬ ડિગ્રી તાપમાન ઘટશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધી દિલ્હીમાં શીત લહેર યથાવત : હિમાચલમાં કોલ્ડ વેવ અને કોલ્ડ ડે ની શક્યતા

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવા વર્ષ પર તીવ્ર ઠંડી અને ગાઢથી ગાઢ ધુમ્મસ રહેશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ બાદ હવે દેશભરમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. ઉત્તર ભારત ઠંડીની લપેટમાં છે તો મેદાની વિસ્તારોમાં પણ અત્યંત ઠંડી છે અને પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ બાદ હવે દેશભરમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવા વર્ષ પર તીવ્ર ઠંડી અને ગાઢથી ગાઢ ધુમ્મસ રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં ઘટી રહેલા તાપમાન વચ્ચે બેઘર લોકો સરકાર દ્વારા સ્થાપિત નાઇટ શેલ્ટરમાં રાત વિતાવી રહ્યા છે.
હવામાન ખાતા મુજબ હિમાચલ પ્રદેશમાં કોલ્ડવેવ અને કોલ્ડ ડેની શકયતા છે. કેટલીક જગ્યાએ હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ૩ થી ૬ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. IMD અનુસાર અયોધ્યા શહેરના કેટલાક ભાગોમાં ધુમ્મસ છવાઈ ગયું છે કારણ કે લઘુત્તમ તાપમાન ઘટીને ૯ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે.
દિલ્હીમાં શીત લહેર યથાવત છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઠંડી અને આછું ધુમ્મસ રહેશે. ઠંડીથી બચવા લોકો બોનફાયર અને નાઈટ શેલ્ટરનો આશરો લઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં મોડી રાત અને સવાર દરમિયાન ગાઢ ધુમ્મસ રહેશે. બે દિવસના વરસાદ બાદ રવિવારે વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની કોઈ શકયતા નથી.આ તરફ ૩૦ ડિસેમ્બરથી ઉત્તર ભારતના કેટલાક સ્થળોએ સવારે અને સાંજે ધુમ્મસની સ્થિતિ શરૂ થવાની સંભાવના છે. ૨૮-૩૦ ડિસેમ્બર દરમિયાન મોડી રાત/સવારના કલાકો દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ, રાજસ્થાનના અલગ-અલગ સ્થળોએ ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શકયતા છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
