<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

દુનિયા ભારતીય વ્‍હિસ્‍કી પાછળ પાગલ : ૬૦ દેશોમાં નિકાસ

ભારતીય વ્‍હિસ્‍કીની માંગ વિશ્‍વભરમાં વધી રહી છે

નવી દિલ્‍હીઃ વિશ્વમાં ભારતીય વ્‍હિસ્‍કીની માંગ ઝડપથી વધી રહી છે. આજે ભારતીય કંપનીઓની વ્‍હિસ્‍કી વિશ્વના ૬૦ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. હવે સ્‍થાનિક દારૂ ઉત્‍પાદકો ભારતમાં બનેલી સિંગલ માલ્‍ટ વ્‍હિસ્‍કી માટે અલગ ધોરણો માટે ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (FSSAI) નો સંપર્ક કરવાનું વિચારી રહ્‍યા છે. ભારતમાં બનેલી સિંગલ માલ્‍ટ વ્‍હિસ્‍કીની માંગ ઝડપથી વધી રહી છે અને તેને ઘણા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્‍કારો મળ્‍યા છે. કન્‍ફેડરેશન ઓફ ઈન્‍ડિયન આલ્‍કોહોલિક બેવરેજ કંપનીઝ (સીઆઈએબીસી), સ્‍થાનિક દારૂ ઉત્‍પાદકોના સંગઠને જણાવ્‍યું હતું કે ભારતીય ઉત્‍પાદકો આ પગલા અંગે ચર્ચા કરી રહ્‍યા છે. આ ભારતીય સિંગલ માલ્‍ટ વ્‍હિસ્‍કીની શુદ્ધતા અને અખંડિતતા જાળવવામાં મદદ કરશે. હવે તે ૬૦ દેશોમાં નિકાસ થાય છે.

ભારતીય ડિસ્‍ટિલર્સ તેમની સિંગલ માલ્‍ટ વ્‍હિસ્‍કી માટે જિયોગ્રાફિકલ ઈન્‍ડિકેશન (GI) સ્‍ટેટસ મેળવવા માટે પણ પગલાં લઈ રહયા છે. તેનાથી બ્રાન્‍ડની વિશ્વસનીયતા અને ધોરણો વધશે. ભારતમાં બનેલી સિંગલ માલ્‍ટ વ્‍હિસ્‍કીનું વેચાણ સ્‍થાનિક બજારમાં બે આંકડામાં વધી રહયું છે. જો કે, નાની સિંગલ માલ્‍ટ વ્‍હિસ્‍કી બ્રાન્‍ડના ઉદભવને કારણે ઉદ્યોગ પણ પડકારોનો સામનો કરી રહ્‍યું છે. CIABC ના ડાયરેક્‍ટર જનરલ અનંત એસ ઐયરે જણાવ્‍યું હતું કે જ્‍લ્‍લ્‍ખ્‍ત્‍ની વ્‍યાખ્‍યા એ છે કે તે માલ્‍ટ આધારિત હોવી જોઈએ, પરંતુ તે સિંગલ માલ્‍ટને વ્‍યાખ્‍યાયિત કરતી નથી.અય્‍યરે કહયું કે સિંગલ માલ્‍ટ વ્‍હિસ્‍કીનો અર્થ એ છે કે દારૂ એક જ ડિસ્‍ટિલરીમાંથી આવવો જોઈએ, બહુવિધ ડિસ્‍ટિલરીમાંથી નહીં. જેઓ યોગ્‍ય ધોરણોનું પાલન કરતા નથી તેઓને પોતાને ભારતીય સિંગલ માલ્‍ટ વ્‍હિસ્‍કી તરીકે દાવો કરતા અટકાવવા જોઈએ. તેમણે કહ્‍યું કે FSSAIએ ભારતીય સિંગલ માલ્‍ટ વ્‍હિસ્‍કી પર અલગ ધોરણનો સમાવેશ કરવા માટે તેના નિયમોમાં સુધારો કરવો જોઈએ.

(3:24 PM IST)