<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

અબુ ધાબીમાં નવા વર્ષને આવકારવા થશે વિશ્વની સૌથી મોટી આતશબાજી

અબુધાબી, તા.૩૦: વર્ષ ૨૦૨૫ને આવકારવા માટે અબુ ધાબીમાં આ વર્ષે મોટા પાયે આયોજન કરવામાં આવ્‍યું છે અને વિશ્વના સૌથી મોટા ફાયરવર્ક્‍સનું ડિસ્‍પ્‍લે યોજાશે. અબુ ધાબીના અલ વાથબા વિસ્‍તારમાં શેખ ઝાયેદ ફેસ્‍ટિવલમાં આશરે ૫૦ મિનિટ સુધી આ ફાયર ડિસ્‍પ્‍લે થશે. આ સિવાય ૨૦ મિનિટ સુધી ડ્રોન-શો પણ થશે જેમાં ૬૦૦૦ ડ્રોન ભાગ લેશે અને એ આકાશમાં એરિયલ આર્ટનું ડિસ્‍પ્‍લે કરશે. આ ડિસ્‍પ્‍લે દ્વારા અબુ ધાબી કુલ છ ગિનેસ વર્લ્‌ડ રેકૉર્ડ તોડવા માગે છે. ૨૦૨૩માં આ જ ફેસ્‍ટિવલમાં ૪૦ મિનિટ સુધી ફાયરવર્ક્‍સ ડિસ્‍પ્‍લે જોવા મળ્‍યું હતું. એ સમયે ત્રણ ગિનેસ વર્લ્‌ડ રેકૉર્ડની નોંધ થઈ હતી જેમાં સૌથી લાંબા સમય સુધી ડિસ્‍પ્‍લે, સૌથી મોટું ફૉર્મેશન અને સૌથી વધુ ક્‍વૉન્‍ટિટીનો રેકૉર્ડ નોંધાયો હતો. આ સિવાય એ સમયે ૫૦૦૦ ડ્રોનનો શો થયો હતો અને એમાં વર્લ્‌ડનો સૌથી મોટો એરિયલ લોગો તૈયાર કરવામાં આવ્‍યો હતો.

(3:24 PM IST)