News of Monday, 30th December 2024
કાશ્મીરમાં ૩ થી ૬ જાન્યુઆરી વચ્ચે ભારે હિમવર્ષાની ચેતવણી
આ તો ટ્રેલર હતું, ફિલ્મ હજી બાકી છે : હવામાન વિભાગ

જમ્મુ તા.૩૦ : એક જ રાતમાં થયેલ હિમવર્ષાએ કાશ્મીરમાં બધી વ્યવસ્થાઓ અને દાવાઓને ચકનાચૂર કર્યા પછી હવામાન વિભાગનું કહેવું છે કે આ તો હિમવર્ષાનું ટ્રેલર હતું અને અસલી ફિલ્મ તો ૩ થી ૬ જાન્યુઆરી વચ્ચે જોવા મળી શકે છે. જ્યારે મધ્યમથી ભારે હિમવર્ષાની શક્યતા છે.
ચિલ્લેકલાની શરૂઆતના પાંચ દિવસ પછી વર્ષના અંતમાં થયેલ હિમવર્ષાથી સંપૂર્ણપણે સફેદ થઇ ચૂકેલ કાશ્મીરમાં નવા વર્ષે પણ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. સ્થાનિક હવામાન વિભાગે રવિવારે આ આગાહી કરી છે. હવામાન વિભાગના એક અધિકારી અનુસાર, આ વર્ષના અંત સુધી હવામાન સૂラકું રહેવાની શક્યતા છે.
જો કે ૧ અને ૨ જાન્યુઆરીએ એક નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ કાશ્મીર પહોંચવાની શક્યતા છે. જેનાથી ૧ જાન્યુઆરીની સાંજ થી ૨ જાન્યુઆરીની સવાર સુધી કાશ્મીરમાં છૂટા છવાયા સ્થળોએ હળવી હિમવર્ષા થવાની આશા છે. હવામાન વિભાગે કહ્યું છે કે ૩ થી ૬ જાન્યુઆરીથી વધુ મધ્યમ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ કાશ્મીર પહોંચવાની શક્યતા છે. જેની અસરથી કાશ્મીર વિભાગમાં કેટલાય સ્થળોએ હળવાથી મધ્યમ અને ભારે હિમવર્ષાની શક્યતા સાથે વાદળો છવાયેલા રહેવાની આશા છે.
કાશ્મીરમાં શુક્રવારે સીઝનની પહેલી ભારે હિમવર્ષા થઇ હતી. જેનાથી અહીંના નિવાસીઓને લાંબાં સમયથી ચાલી રહેલ દૂકાળથી રાહત મળી છે. જો કે વરસાદે વાહનની અવર જવરને અસર કરીને સામાન્ય જીવનને અસર કરી હતી.
આજે શ્રી નગર એરપોર્ટ પર ઉડાન સેવાઓ ફરીથી શરૂ થઇ ગઇ છે. ભારે હિમવર્ષાના કારણે એક દિવસ બંધ કહ્યા પછી રવિવારે શ્રીનગર એરપોર્ટ પર ફલાયટો ચાલુ થઇ ગઇ. શ્રીનગર એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે રનવે પરથી બરફ સાફ કરાયા પછી શ્રીનગર આવતી જતી ફલાઇટો ચાલુ કરી દેવાઇ છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
