<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

જો રાશનકાર્ડ ધારકો 31 ડિસેમ્બર 2024 સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવે તો 1 જાન્યુઆરી, 2025થી આ લોકોના રાશન કાર્ડ રદ થઈ જશે

નજીકના રેશન ડેપો પર જઈને તમારું આધાર કાર્ડ આપવું પડશે અને POS મશીન પર તમારી ફિંગરપ્રિન્ટ રજીસ્ટર કરીને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે

નવી દિલ્હી તા.૩૦ : ભારત સરકારના કરોડો લોકો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ લોકોને ઓછા ભાવે મફત રાશનની સુવિધાનો લાભ મળે છે. જે માટે સરકાર દ્વારા લોકોને રાશન કાર્ડ આપવામાં આવે છે. આ રાશન કાર્ડને રેશન ડેપો પર બતાવીને રાશન મેળવી શકાય છે. ત્યારે હવે 1 જાન્યુઆરી, 2025થી રાશન કાર્ડ ધારકો માટે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો કયા રાશન કાર્ડ ધારકોને આની અસર થશે. 

આ લોકોના રાશન કાર્ડ રદ થઈ જશે

સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી માટેના નિયમો જારી કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને ઇ-કેવાયસી કરાવવા માટે 31 ડિસેમ્બર 2024 સુધી તારીખ આપવામાં આવી છે. ત્યારે હજુ સુધી ઘણા એવા રાશન કાર્ડ ધારકો છે જેમણે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આવી સ્થિતિમાં, જો આ રાશન કાર્ડ ધારકો 31 ડિસેમ્બર 2024 સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવે તો 1 જાન્યુઆરી, 2025થી આ લોકોના રાશન કાર્ડ રદ થઈ જશે. 

ઇ-કેવાયસી કેવી રીતે કરાવવું?

તમારા નજીકના રેશન ડેપો પર જઈને રાશન કાર્ડનું ઈ-કેવાયસી કરવી શકાય છે. આ માટે ત્યાં જઈને તમારું આધાર કાર્ડ આપવું પડશે અને POS મશીન પર તમારી ફિંગરપ્રિન્ટ રજીસ્ટર કરીને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ સાથે જ તમે ઈ-કેવાયસી પ્રક્રિયા મોબાઈલ દ્વારા પણ પૂર્ણ કરી શકો છો.

(4:48 PM IST)