News of Tuesday, 31st December 2024
શપથ પહેલા ટ્રમ્પને મોટો ફટકોઃ યૌન શોષણ કેસમાં કોર્ટની કાર્યવાહી, ચૂકવવા પડશે ૫ મિલિયન ડોલર
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટ માફી આપવાના મૂડમાં નથીઃ યૌન શોષણ કેસમાં કોર્ટે તેની સજા યથાવત રાખી છે અને હવે તેમણે ભારે દંડ ભરવો પડશે

વોશીંગ્ટન, તા.૩૧: અમેરિકામાં ૨૦ જાન્યુઆરીએ સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદના શપથ લેશે, પરંતુ તે પહેલા તેને ફેડરલ અપીલ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. યૌન શોષણ કેસમાં ટ્રમ્પે કોર્ટમાં માફી માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. ઉપરાંત, ટ્રમ્પને દોષિત ઠેરવવાનો અને તેમના પર દંડ લાદવાનો નિર્ણય અકબંધ છે. હવે ટ્રમ્પે માનહાનિ અને યૌન દુર્વ્યવહારના મામલામાં ૫ મિલિયન ડોલરનો દંડ ભરવો પડશે.
૧૯૯૬ના આ કેસમાં કોર્ટે ટ્રમ્પને દોષિત ઠેરવ્યા છે. ટ્રમ્પને એક હાઈ-એન્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં કટાર લેખક સાથે યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. બીજી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે જણાવ્યું હતું કે મેનહટન જયુરીના ચુકાદાને રદ કરવામાં આવશે નહીં. ઇ. જીન કેરોલને બદનામ કરવા અને જાતીય હુમલો કરવા બદલ ટ્રમ્પે $૬ મિલિયનનો દંડ ભરવો પડશે.
ટ્રમ્પ ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ્યા હતાઃ કોલમ લખનાર પીડિતાએ ૨૦૨૩માં ટ્રાયલ દરમિયાન જુબાની આપી હતી કે ૧૯૯૬માં એક મૈત્રીપૂર્ણ મીટિંગ દરમિયાન ટ્રમ્પ હિંસક બની ગયા હતા અને સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં ઘૂસ્યા હતા. જોકે ટ્રમ્પ આ વાતને નકારી રહ્યા છે. જયુરીએ આ વર્ષની શરૂઆતમાં ફોલો-અપ ટ્રાયલ દરમિયાન જુબાની બાદ $૮૩.૩ મિલિયનનો દંડ લાદ્યો હતો.
તમને જણાવી દઈએ કે ૧૯૯૬ની આ ઘટના સિવાય કોર્ટે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે જોડાયેલા કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ દોષિત ઠેરવ્યા હતા. એક તરફ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે અને બીજી તરફ યુએસ ફેડરલ અપીલ કોર્ટમાં તેમની અપીલો ફગાવી દેવામાં આવી રહી છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
