<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

હમાસ આતંકીઓ બંધક મહિલાઓ ઉપર બળાત્‍કારો કરે છે : પુરૂષો અને બાળકોને ડામ દે છે

યુએન સમક્ષ રજૂ થયેલો ચોંકાવનારો રિપોર્ટ : મુક્‍ત કરાયેલ ૧૦૦ જેટલા બંદીવાનોએ તેઓની કરૂણ કથની કહી, કુમળી વયનાં બાળકોને પણ બેસુમાર માર મરાય છે, ડામ દેવાય છે

જેરૂસલેમ, તા.૩૧: ગાઝામાં હમાસના હાથે પકડાયેલા ૨૫૦થી વધુ બંદીવાનો ઉપર હમાસ આતંકીઓએ અસામાન્‍ય ત્રાસ વરતાવ્‍યો હોવાની અને બંદીવાન રખાયેલી મહિલાઓ ઉપર બળાત્‍કારો ગુજારાતા હોવાની ચોંકાવનારી વાત કરી હતી. જેનો અહેવાલ યુએન સમક્ષ પણ રજૂ કરાયો હતો. તે ઉપરથી યુએન દ્વારા પણ એક સર્વગ્રાહી રિપોર્ટ તૈયાર કરાયો છે.

મુક્‍ત કરાયેલા ૧૦૦ જેટલા બંદીવાનો પૈકી ૩૦ કુમળીવયનાં બાળકો પણ સમાવિષ્ટ છે. તેઓએ જણાવ્‍યું હતું કે, તેમને બેસુમાર માર મારવામાં આવતો હતો અને ડામ પણ દેવાતા હતા.

શનિવારે યુએનની માનવ કલ્‍યાણ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા આ અહેવાલમાં મહિલાઓની પણ ફરિયાદો રજૂ થઈ છે. તે મહિલાઓએ તેઓની ઉપર વારંવાર કરાતા અમાનુષી બળાત્‍કારની કરૂણ કથની પણ રજૂ કરાઈ હતી. જે રોઇટર્સ અને અન્‍ય મીડિયાએ પણ જણાવ્‍યું હતું. તે સર્વેની નોંધ આ યુએન રિપોર્ટમાં પણ આપવામાં આવી છે.

વાસ્‍તવમાં આ રિપોર્ટ યુએનની મેડિકલ અને માનવ કલ્‍યાણ ટીમો જ્‍યારે બેસુમાર મારથી ઘાયલ થયેલા પુરૂષો અને બાળકોની તેમજ અમાનુષી બળાત્‍કારોના ભોગ બનેલી મહિલાઓની સારવારમાં વ્‍યસ્‍ત હતી, ત્‍યારે તે પુરૂષો, બાળકો અને વ્‍યથિત મહિલાઓએ તેઓની ઉપર ગુજારાયેલા ત્રાસની કથની કહી. તે સાંભળી તે ટીમો પણ આંચકો ખાઈ ગઈ હતી.

યુએનનો આ સ્‍પેશિયલ ઁરિપોર્ટ ઓન ટોર્ચરઁ શનિવારે સાંજે પ્રસિદ્ધ કરવામાં આવ્‍યો છે.

(10:34 AM IST)