<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

બાય બાય ૨૦૨૪...વેલકમ ૨૦૨૫...દેશભરમાં ‘પાર્ટી ઓલ નાઇટ'

૨૦૨૪નો આજે અંતિમ દિવસ : કાલથી ૨૦૨૫નું આગમન : રાત્રે ૧૨ના ટકોરે આતશબાજી સાથે અંગ્રેજીના નવા વર્ષને વધાવવા યુવાનોમાં થનગનાટ : સાંજથી DJ , ડાન્‍સ, મસ્‍તી, ડીનર સાથે થર્ટીફર્સ્‍ટ સેલિબ્રેશન : પાર્ટી રસિયાઓ ગેલમાં : પાર્ટી પ્‍લોટ, રિસોર્ટ, હોટલો, ડિસ્‍કો થેકમાં રાતભરનાં કાર્યક્રમો : પ્રવાસન સ્‍થળો - હિલ સ્‍ટેશનો હાઉસફુલ

નવી દિલ્‍હી, તા.૩૧: આજે ૨૦૨૪ના વર્ષનો અંતિમ દિવસ છે સારા નરસા અનુભવો, ખાટી-મીઠી યાદો, અવિસ્‍મરણીય સંભારણાઓ ઉપરાંત અનેક સારા-નરસા બોધપાઠ સાથે આજે રાત્રે ૧૨ વાગ્‍યે ૨૦૨૪નું વર્ષ વિદાય લેશે અને નવા વર્ષ ૨૦૨૫નો પ્રારંભ થશે. નવી આશાઓ - ઉમ્‍મીદો-સપનાઓ સાથે નવા વર્ષનો પ્રારંભ થશે. એવામાં આજે થર્ટી ફર્સ્‍ટની ઉજવણીનો ઉન્‍માદ દેશભરમાં છવાયો છે. બાય બાય ૨૦૨૪ અને વેલકમ ૨૦૨૫ની ઉજવણી કરવા દેશના નાના-મોટા શહેરોમાં થનગનાટ જોવા મળી રહયો છે. પાર્ટી રસિયાઓ ગેલમાં છે. આજે રાત્રે ૧૨ના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષને વધાવવા હોટલો, પાર્ટી પ્‍લોટ, રિસોર્ટ, ફાર્મ હાઉસ, ડિસ્‍કો થેકમાં વિવિધ પ્રકારના સેલિબ્રેશનના આયોજનો થયા છે. ડીજે વીથ ડાન્‍સ-ડીનરના કાર્યક્રમોમાં ભાગ લેવા યુવા વર્ગ થનગની  રહયો છે. તો બીજી તરફ આ ઉજવણીના રંગમાં ભંગ ન પડે તે માટે પોલીસતંત્ર પણ સર્તક બન્‍યું છે. દેશભરમાં કેક કાપીને પણ નવા વર્ષને વધાવવાની તૈયારીઓ થઇ છે તો બીજી તરફ હીલસ્‍ટેશનો, પ્રવાસન સ્‍થળોએ પણ નવા વર્ષની ઉજવણીનો માહોલ જોવા મળી રહયો છે.

લોકો ચિંતા - મોંઘવારી - દુઃખ વગેરે ભુલીને નવા વર્ષને વધાવવાની ઉજવણી કરવા સજ્જ બન્‍યા છે દેશના મહાનગર જેમ કે મુંબઇ, કલકત્તા, બેંગ્‍લોર, દિલ્‍હી, હૈદ્રાબાદ, અમદાવાદ સહિતના શહેરોમાં રાતભર ચહલપહલ જોવા મળવાની છે. સૌ કોઇ પોતપોતાના ગજા પ્રમાણે આ ઉજવણી કરવા તૈયાર કરી રહયા છે. હવે સોસયાટીઓ પણ ઉજવણી કરવાનો નવો ટ્રેન્‍ડ દર્શાવી રહી છે.દરમ્‍યાન ૨૦૨૪ને ‘બાય બાય' એટલે કે ‘અલવિદા' કરવા અને ન્‍યૂયરને ‘આવકારવા' આજે અમદાવાદમાં ‘પાર્ટી ઓલ નાઇટ' માટે જોરદાર જમાવટ થઇ ગઇ છે. શહેરની હોટેલો, ક્‍લબ, પાર્ટી પ્‍લોટમાં ડીજે નાઇટ, થીમ બેઝ્‍ડ નાઇટ, કપલ ડીનર વીથ ડાન્‍સથી લઇને ખાનગી ફાર્મ હાઉસ અને બંગલાઓમાં ખાનગીઓ પાર્ટીઓના આયોજનો ‘ઓલ સેટ' થઇ ગયા છે. ન્‍યૂયરની ધમાકેદાર ઉજવણી કરવા માટે શોખિનો ૩૧મીની એક નાઇટના કલાકો માટે ૨૫,૦૦૦થી લઇને રૂ. ૫૦,૦૦૦ સુધી હોંશેહોંશે ખર્ચ કરશે. ક્‍લબ, હોટેલો અને પાર્ટી પ્‍લોટ્‍સમાં ૯૯૯થી લઇને રૂ. ૨.૫ લાખ સુધીના પાસ રાખવામાં આવ્‍યા છે. દિલ્‍હી અને મુંબઇના ખાસ ડીજેએ શહેરમાં ધામા નાંખ્‍યા છે. બીજી તરફ રશિયન અને દુબઇની બેલે ડાન્‍સરોએ પણ આકર્ષણ જણાવ્‍યું છે. અનેક જગ્‍યાએ આજે ફોરેસ્‍ટ, નિઓન, બોલીવુડ જેવી થીમ બેઝ્‍ડ પાર્ટીઓમાં ડાન્‍સ, ફૂડ, ફન અને ફાયર શો સાથે ન્‍યૂયરની યાદગાર ઉજવણી કરવામાં આવશે.

 ૩૧મી ડિસેમ્‍બરનો માહોલ અને ઉજવણી અમદાવાદમાં પણ વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે. ડીજે પાર્ટીઓનો ક્રેઝ દિવસેને દિવસે વધ્‍યો છે અને વિવિધ ફન અને ફૂડ ફેસ્‍ટ પણ શહેરમાં ન્‍યૂયરના સેલિબ્રેશન માટે આજે તૈયાર થઇ ગયા છે. શહેરમાં નાના-મોટા પાર્ટી પ્‍લોટ્‍સ, હોટેલ્‍સથી માંડીને ક્‍લબ અને ફાર્મ હાઉસમાં આજે સાંજે સાત વાગ્‍યાથી લોકો ન્‍યૂયર ઉજવવા પહોંચી જશે. જેના માટે રૂ.૨૫૦થી ૫૦૦ સુધીના દરેકને પોસાય એવા પાસ સાથે ૨.૫ લાખ રૂપિયા(૨૦ સભ્‍યો માટે) સહિતના હાઇ એન્‍ડ પાસ પણ વેચાઇ રહ્‍યા છે. ઓન લાઇન બુકિંગમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્‍યો છે. આ પાસમાં અનેક સ્‍થળે ડીજે વીથ ડાન્‍સના આયોજન છે. જ્‍યાં પહોંચીને યુવાનો થનગનાટ સાથે નવા વર્ષને આવકારી શકશે. જ્‍યારે અનેક જગ્‍યાએ ફૂડ, ફન, ફાયર અને ડાન્‍સના આયોજનો છે. જેમાં રૂ. ૧૫૦૦થી લઇને રૂ. ૨.૫ લાખ સુધીના પાસ રાખવામાં આવ્‍યા છે. જેમાં અર્લી બર્ડ, વીઆઇપી, સિલ્‍વર, ગોલ્‍ડ, પ્‍લેટિનમ જેવા પાસ લોકો ઓનલાઇન અને ઓફલાઇન પ્‍લેટફોર્મ ઉપરથી ખરીદી રહયા છે.

આ ઉપરાંત જે શહેરીજનો આવા ખાનગી આયોજનોમાં જઇને ખર્ચા કરવા ન માગતા હોય તેઓ આજે એસ.જી. હાઇવે, સીંધુભવન, સીજી રોડ, આશ્રમ રોડ, એસ.પી. રિંગ રોડ જેવા જાહેર સ્‍થળોએ ૧૨ના ટકોરે પહોંચીને આતશબાજીના આનંદ સાથે ન્‍યૂયરની ઉજવણી કરશે.

‘અમદાવાદીઓ હવે ‘ચાલ જીવી લઇએ' ના ટ્રેન્‍ડમાં જ વિશ્વાસ કરે છે. તેઓ અમદાવાદી સ્‍ટાઇલમાં જે આજે છે એને જીવવામાં જ માને છે અને આવતી કાલનું વિચારતા નથી. દેશના અન્‍ય મોટાં મેટ્રો શહેરોની ગતિએ હવે અમદાવાદ પણ તાલ મિલાવી રહ્‍યું છે. ત્‍યારે ન્‍યૂયર અને ૩૧તદ્દ ની પાર્ટીઓની ઉજવણીના એક પાસે માટે ૨૫૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ કરે એમાં કોઇ નવાઇ લાગતી નથી.' - જયદીપ મહેતા, ફાઉન્‍ડર, ટ્રુ ઇવેન્‍ટ્‍સ

યુવા હૈયાઓ માટે ન્‍યૂયરની ઉજવણીનો અનોખો ક્રેઝ હોય છે. સ્‍ટાઇલીશ ડ્રેસિંગમાં સજીધજીનો કપલ્‍સ કેન્‍ડલ લાઇટ ડીનર વીથ ડાન્‍સનો લ્‍હાવો ૩૧મી ડિસેમ્‍બરે લેતાં હોય છે. જેમને આવકારવા માટે શહેરની થ્રી સ્‍ટારથી લઇને ફાઇવ સ્‍ટાર હોટેલો સજ્જ થઇ ગઇ છે. અહીં કપલ એન્‍ટ્રી માટે રૂ. ૨૦૦૦થી લઇને રૂ. ૫૦૦૦ ચૂકવવા પડે છે. જેમા ડીજે, ડાન્‍સ, વેલકમ ડ્રિંક્‍સ અને સેવન કોર્સ મિલ સામેલ હોય છે. આવા કપલ્‍સમાં બોય્‍ઝ માટે સૂટ અને ટક્‍સીડો તો ગર્લ્‍સ માટે ગાઉન, શિમર ડ્રેસ, સ્‍પાર્કલિંગ ડ્રેસ કોડ રાખવામાં આવ્‍યા છે.

અનેક શોખીનો આજે ન્‍યૂયરનું સેલિબ્રેશન ફેમિલી અને ફ્રેન્‍ડઝ સાથે અત્‍યંત અંગત રીતે કરશે. શહેરની બહાર આવેલા ફાર્મ હાઉસમાં આવી ‘પ્રાઇવેટ પાર્ટીઓ'નું આયોજન થાય છે. જેની રંગત પણ અલગ અને અદ્‌ભૂત હોય છે. જેમાં કયાંક તો શરાબથી લઇને શબાબ સુધીની સુવિધા પણ હોય છે અને આવી પાર્ટીઓ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

ન્‍યૂયરના સેલિબ્રેશનમાં મ્‍યુઝિકનો રોલ સૌથી મોટો હોય છે અને એ માટે સ્‍પેશિયલ ડીજેને મુંબઇથી બોલાવવામાં આવે છે. જેઓ બોલીવુડના ડાન્‍સ નંબર્સ ઉપરાંત પંજાબી ભાંગડા, પોપ સોંગ્‍સથી લઇને સૂફી સંગીતથી માહોલ જમાવે છે. તે ઉપરાંત પાર્ટીઓને ડિફરન્‍ટ ટચ આપવા માટે થીમ બેઝ્‍ડ પાર્ટી રાખવામાં આવે છે. આ વર્ષે ફોરેસ્‍ટ, નિઓન, બોલીવુડ જેવી વિવિધ થીમ બેઝ્‍ડ પાર્ટીઓના આયોજન થયા છે.

આજની પાર્ટીઓમાં મોટાભાગની જગ્‍યાએ બોયઝ માટે અનેક પ્રકારની રિસ્‍ટ્રિક્‍શન્‍સ રાખવામાં આવ્‍યા છે. એમાં ખાસ કરીને ‘ઓન્‍લી બોયઝ'ને અનેક જગ્‍યાએ એન્‍ટ્રી નથી, પરંતુ ‘ઓન્‍લી ગર્લ્‍સ'ને પાર્ટીઓમાં એન્‍ટ્રી અલાઉડ છે...! આ વિચિત્ર ટ્રેન્‍ડ વર્ષોથી છે અને એમાં ગર્લ્‍સની સેફટી માટે આવા નિયમો રાખવામાં આવે છે.(

(10:50 AM IST)