<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

ભારતે વિકસિત દેશ થવું છે, પરંતુ વિકસિત દેશોની સરખામણીમાં શિક્ષણ પર ખર્ચ કરતું નથી !

વૈશ્વિક માપદંડને પૂરા કરવા માટે ભારતમાં શિક્ષણ ખર્ચને તાત્કાલિક જીડીપીના ૬ ટકા કરવો જરૂરી

નવીદિલ્હી: દેશમાં શિક્ષણની સ્થિતિમાં સુધારો કરવાની જ્યારે જ્યારે વાતો થાય છે, ત્યારે તેના પર ખર્ચ વધારવાની વાતો સામે આવતી હોય છે. છેલ્લા કેટલાક દશકાઓમાં શિક્ષણમા કોઈ સુધારો જોવા મળ્યો નથી. ભારતે વિકસિત દેશ થવું છે, પરંતુ વિકસિત દેશો જે રીતે શિક્ષણ પાછળ ખર્ચ કરી રહી છે, તેની સરખામણીમાં ભારતમાં શિક્ષણ પાછળ થતો ખર્ચ (૨.૭૦ ટકા) સૌથી ઓછોમાં ઓછો કરે છે.!

       ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ) નું માનવું છે કે, વૈશ્વિક માપદંડને પૂરા કરવા માટે ભારતમાં શિક્ષણ ખર્ચને તાત્કાલિક જીડીપીના ૬ ટકા કરવો જરૂરી છે. કારણ સ્વીડન જીડીપીના ૬.૯૦ ટકા ખર્ચ શિક્ષણ પાછળ કરે છે,ઓસ્ટ્રેલિયા અને બ્રિટન ૫.૫૦ ટકા, અમેરિકા ૫ ટકા, ચીન ૪.૧૦ ટકા, થાઈલેન્ડ ૪ ટકા, ઈન્ડોનેશિયા ૩.૭૦ ટકા અને ભારત સૌથી ઓછો ફક્ત ૨.૭૦ ટકા ખર્ચ કરી રહ્યું છે, જે વધારીને ૬ ટકા કરવો જરૂરી છે

 . રિપોર્ટ અનુસાર ભારતના વિદ્યાર્થીઓનો તનાવ ઓછો કરવા માટે ભારતે ચીનનું મોડલ શીખવું પડશે, હાશિયા પર પડેલા સમૂહને સામેલ કરવાને માટે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયાના મોડલને શીખવું પડશે, સ્વીડનના મોડલથી શીખીને ટ્રેનિંગનો વિસ્તાર અને ઉદ્યોગ-વિદ્યાલય સહયોગને પ્રોત્સાહિત કરવું પડશે, જ્યારે યુકેના મોડ્યુલર અભ્યાસક્રમને અપનાવવુ જોઈએ, જેનાથી સ્ટ્રીમ માં ફેરફાર સરળ થશે.


 

(11:31 AM IST)