<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

ભારતમાં ૩-૪ જાન્યુઆરીએ આકાશમાં ખરતા તારાઓનો વરસાદ થશે

લખનૌ, ઇન્દિરા ગાંધી તારામંડળમાં તેને જોવા માટે ટેલિસ્કોપની વ્યવસ્થા

લખનૌ: નવા વર્ષમાં તા.૩-૪ જાન્યુઆરી-૨૦૨૫ ના રોજ આકાશમાંથી ખરતા તારાઓનો વરસાદ જોવા મળશે. આ ખગોળીય ઘટના ૨૭ ડિસેમ્બર થી શરૂ થઈ ચૂકી છે, પરંતુ ૩-૪ જાન્યુઆરીએ ચરમ પર હશે, તેથી ભારતમાં જોવા મળશે. લખનૌ, ઇન્દિરા ગાંધી તારામંડળમાં તેને જોવા માટે  ટેલિસ્કોપની વ્યવસ્થા કરી છે. ખરતા તારાઓની ઘટના ત્યારે બને છે, જ્યારે કોઈ ધૂમકેતુ અથવા શુદ્રગ્રહના છોડેલા કણ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરે છે. તેનાથી આકાશમાં રંગબેરંગી પ્રકાશ જોવા મળતો હોય છે.

(11:33 AM IST)