News of Tuesday, 31st December 2024
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કડકડતી ઠંડી સાથે અનેક રાજયોમાં વરસાદની આગાહી
નવા વર્ષનો પ્રારંભ કાતિલ ઠંડી સાથે થશે : હિમાચલ-ઉતરાખંડમાં ૩ થી ૬ તારીખ વચ્ચે હિમર્ષાની સંભાવના

નવી દિલ્હી, તા. ૩૧ : હિમાચલ અને ઉત્તરાખંડમાં ૩ થી ૬ જાન્યુઆરી વચ્ચે હિમવર્ષા થવાની સંભાવના છે. કુલ્લુ મનાલી શિમલામાં પણ ભારે હિમવર્ષાના સંકેતો છે. તેની અસર હરિદ્વાર અને ઋષિકેશ જેવા ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ધુમ્મસની અસર જોવા મળશે, પરંતુ એક-બે દિવસમાં પવનની ઝડપ વધતાં ધુમ્મસ ઓસરી જશે.
ગુજરાતમાં રાત્રે અને સવારના સમયે ઠંડા પવનો ફૂકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આજે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં લઘુત્તમ પારો ગગડતાં અને ઠંડા પવનો ફૂંકાવાથી ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરબદલ થવાની શકયતા નથી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન૧૩.૭ ડિગ્રી નોંધાયું હતું. ૬.૫ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરથી પંજાબ, હરિયાણા, દિલ્હી અને બિહાર-ઝારખંડ સુધી મેલ્ટિંગ વધશે. જેની અસર તેલંગાણા-મહારાષ્ટ્ર સુધી જોવા મળશે. આ દરમિયાન બંગાળની ખાડીમાં પણ લો પ્રેશરનું ક્ષેત્ર બનશે, જેના કારણે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે.
હવામાન સંબંધિત એજન્સી સ્કાયમેટે કહ્યું કે, ૧લી જાન્યુઆરીથી છઠ્ઠી જાન્યુઆરી વચ્ચે ઉત્તરીય પર્વતો પર સતત બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આગમનને કારણે સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ૩ થી ૬ જાન્યુઆરી દરમિયાન પહાડોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. પ્રથમ ત્રણ દિવસ વરસાદની અસરને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.
પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની અસર જોવા મળશે, પરંતુ એક-બે દિવસમાં પવનની ઝડપ વધતાં ધુમ્મસ ઓસરી જશે. હવામાન સ્વચ્છ રહેશે અને સૂર્ય ચમકશે. આ કારણે ૨ થી ૩ જાન્યુઆરી દરમિયાન મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતાં જ ૩-૪ જાન્યુઆરીની રાત્રિથી તાપમાન ફરી ઘટવાનું શરૂ થઈ જશે. આ દરમિયાન પહાડીઓની તળેટીના વિસ્તારોમાં પણ હિમવર્ષા શરૂ થશે.
હિમાચલ અને ઉત્તરાખંડમાં ૩ થી ૬ જાન્યુઆરી વચ્ચે હિમવર્ષા થવાની સંભાવના છે. કુલ્લુ, મનાલી, શિમલામાં પણ ભારે હિમવર્ષાના સંકેતો છે. તેની અસર હરિદ્વાર અને ઋષિકેશ જેવા ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં જોવા મળી શકે છે. અહીં કોઈ હિમવર્ષા નથી, પરંતુ વરસાદ પડી શકે છે. આગામી સપ્તાહથી પવનમાં વધતી ઠંડીને કારણે પંજાબ, હરિયાણા અને પ?મિ ઉત્તર પ્રદેશમાં રાત્રે હિમ પડવાની શકયતા છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
