News of Tuesday, 31st December 2024
નવા વર્ષથી ઠંડી વધશે : દેશના 18થી વધુ રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી અને શીતલહેરનું મોજુ ફરી વળશે.
નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 રાજ્યોમાં 7 દિવસ કડકડતી ઠંડી પડશે: જમ્મૂ-કશ્મીરના ગુલમર્ગમાં તાપમાનનો પારો માઈનસ 10 ડિગ્રીએ પહોંચશે: બિહારના 13 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

નવી દિલ્હી : આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર છે, અને આવતીકાલથી એટલે કે આજે મધ્યરાત્રિ 12 વાગ્યાથી વર્ષ 2025ની શરૂઆત થઇ જશે. નવા વર્ષમાં ભારતમાં કેટલાક સ્થળો પર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતભરતમાં શિયાળો બરાબર જામ્યો છે અને ઠંડી સાથે શીતલહેર પ્રસરી રહી છે. ખાસ કરીને ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડી આગામી દિવસોમાં જોર પકડશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલથી ભારતના 18થી વધુ રાજ્યોમાં કાતિલ ઠંડી અને શીતલહેરનું મોજુ ફરી વળશે. નવા વર્ષની શરૂઆતમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 રાજ્યોમાં 7 દિવસ હાડ ગાળતી ઠંડી પડશે. 18 રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીના કારણે જનજીવન અને વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત થઇ જવાનું પણ અનુમાન છે.
ઉત્તર ભારતના રાજ્યોમાં પહાડો પર સતત બરફ વર્ષા અને મેદાની વિસ્તારમાં માવઠાની અસર દેખાઇ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં દિલ્લી-NCR, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં કાતિલ ઠંડીનું અનુમાન છે. આ ઉપરાંત જમ્મૂ-કશ્મીરના ગુલમર્ગમાં તાપમાનનો પારો માઈનસ 10 ડિગ્રીએ પહોંચશે અને બિહારના 13 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબ- હરિયાણામાં પણ શીતલહેરની આગાહી કરવામાં આવી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
