News of Tuesday, 31st December 2024
લગ્ન વાંચ્છુકો માટે ર૦રપ શુકનવંતુ ૧ર મહિનામાં લગ્ન માટેના ૬૭ મુહૂર્ત
કમુરતાં બાદ ૧૬ જાન્યુઆરીથી ફરીવાર લગ્ન મોસમ ખુલશે ફેબ્રુઆરીમાં ૧૫, મે માસમાં સૌથી વધારે ૧ ૬ મુહર્ત, માર્ચમાં માત્ર બે મુહૂર્ત

નવી દિલ્હી, તા.૩૧: નવી આશા અને ઉત્સાહ સાથે આવતીકાલે બુધવારથી અંગ્રેજી કેલેન્ડર ૨૦રપનો આરંભ થશે. દરમિયાન શહેરીજનો નવા પડકારો અને સપના સાથે નવા લક્ષ્યાંકો સર કરવાનો સંકલ્પ કરી રહ્યા છે. બીજી બાજુ ૨૦૨૫ના વર્ષમાં જ્યોતિષ શાષા અને ખગોળશાષા પ્રમાણે અનેક રોચક ઘટનાઓ પણ બનશે. ખાસ કરીને લગ્ન આયોજનો માટે ૨૦૨પનું વર્ષ શુકનવંતુ સાબિત થાય એમ છે. કારણ કે ૨૦રપના વર્ષમાં ૬૭ લગ્નમુહૂર્ત સાથે જ લગ્ન આયોજનોની ભરમાર જોવા મળશે. ખાસ કરીને ફેબ્રુઆરી માસમાં ૧૫, મે માસમાં સૌથી વધારે ૧૬ મુહૂર્ત રહેશે. જ્યારે માર્ચમાં માત્ર બે મુહૂર્ત આવશે.જ્યોતિષ શાષા પ્રમાણે સંવત-૨૦૮૧ની લગ્નસરાની સિઝન ઘણી સારી માનવામાં આવી રહી છે. ચાલુ સિઝનમાં દેવઊઠી એકાદશીના આરંભ સાથે જ લગ્નમુહૂર્તો શરૂ થયા હતા. હાલમાં સૂર્યદેવનું ધન રાશિમાં ભ્રમણ એટલે કે ધનારક કમુરતાને કારણે લગ્નકાર્યો પર બ્રેક લાગી ગઇ છે. મકરસંકાંતિ બાદ ૧૬ જાન્યુઆરીથી ફરીવાર લગ્નની ઝાકમઝોળ શરૂ થશે. બીજી બાજુ ૨૦રપના અંગ્રેજી કેલેન્ડર વર્ષની સ્થિતિ પર નજર કરીએ તો, આગામી ૧૨ મહિનામાં લગ્નના ૬૭ મુહૂર્ત રહેશે, મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, ૧૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી ધનારક કમુરતા છે. મકરસંક્રાંતિ એટલે કે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે જ કમુરતાં ઉતરશે અને લગ્નસરાની સિઝનનો પુનઃ આરંભ થશે, ૧૬ જાન્યુઆરીના રોજ પહેલું મુહૂર્ત છે. મહિના પ્રમાણે ગણતરી કરવામાં આવે તો જાન્યુઆરીમાં ૯, ફેબ્રુઆરીમાં ૧૫, માર્ચ માસમાં ર, એપ્રિલ માસમાં ૯, મે માસમાં ૧૬, જૂન માસમાં ૬, નવેમ્બરમાં ૮ અને ડિસેમ્બર માસમાં ર મુહૂર્ત રહેશે. ૧૨ મહિનામાં વચ્ચે હોળાષ્ટક, મીનાર, શુક્ર-ગુરુનો અસ્ત, ચાતુર્માસ જેવા દિવસોમાં વિરામ રહેશે.(૨૩.૧૮)
માર્ચમાં શુક્રના અસ્તને કારણે મોટો બ્રેક અને જૂનમાં ગુરૂનો અસ્ત રહેશે
જ્યોતિષીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ વેળાએ છ સંયોગમાં લગ્ન સહિતના શુભ કાર્યો થતા નથી. ધનારક અને મીનારક કમુરતા, શુક અને ગુરુનો અસ્ત, હોળાષ્ટક અને ચાતુમાંસ હાલમાં ૧પ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી ધનારક કમુરતાં છે. બાદમાં ૬ થી ૧૩ માર્ચ સુધી હોળાષ્ટક, ૧૪ માર્ચથી ૧૩ એપ્રિલ સુધી મીનારક કમુરતા. ૧૮થી ૨૩ માર્ચ સુધી શુક્રનો અસ્ત. ૧૧ જુનથી ૮ જુલાઇ સુધી ગુરુનો અર્ત રહેશે. જ્યારે દેવપોઢી એકાદશી સાથે ૭ જુન- ૨૦૨૫થી હિન્દુ ચાતુર્માસ શરૂ થશે. ૭ જુનથી ૨ નવેમ્બર-૨૦૨૫ સુધી ૧૨૦ દિવસના ચાતુર્માસ રહેશે. ત્યારબાદ તિથિ-નક્ષત્રના સંયોગને કારણે ૧૬ નવેમ્બર-૨૦૨૫થી ફરીવાર મુહૂર્ત શરૂ થશે. હાલમાં જાન્યુઆરી-૨૦૨૫માં ૧૬, ૧૭, ૧૯, ર૦. ર૧, રર, ર૪, રદુ અને ૩૩૦ જાન્યુઆરીએ લગ્ન મુહર્ત છે. શુક્રના અસ્તને કારણે માર્ચ મહિનામાં માત્ર બે જ મુહૂર્ત છે. જ્યારે ગુરુના અસ્ત વચ્ચે ૬ જ મુહૂર્ત રહેશે
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
