<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

હદ થઈ ગઈઃ જવાન છોકરીને દાદાની ઉંમરના વૃદ્ધ સાથે પ્રેમ થયો, ફટાફટ કરી લીધા લગ્ન

સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ

પટણા, તા.૩૧: બિહારના રહેવાસી મટુકનાથ અને તેમની પ્રેમિકા જૂલી તો આપ સૌને યાદ હશે, જે કોલેજમાં જૂલી ભણતી હતી, તે કોલેજમાં મટુકનાથ પ્રોફેસર હતા. પણ હાલમાં બંને અલગ થઈ ગયા. ત્‍યારે આવા સમયે મટુકનાથ હવે લગ્ન કરવા માટે કોઈ વૃદ્ધ મહિલા શોધી રહ્યા છે. મટુકનાથ અને જૂલીએ જયારે લગ્ન કર્યા, ત્‍યારે ભારે હોબાળો થયો હતો. પણ આજકાલ કેટલાય લોકો વીડિયો બનાવવા માટે પોતાનાથી મોટી ઉંમરના લોકો સાથે લગ્ન કરીને વીડિયો વાયરલ કરતા હોય છે. આજે અમે પણ આપને આવા જ એક વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહેલી જવાન છોકરીએ પોતાના દાદાની ઉંમરના વૃદ્ધ સાથે પ્રેમ થયો હોવાની વાત કહેવાય રહી છે. તેમણે લગ્ન પણ કરી લીધા છે. હવે વીડિયો શેર કરીને પોતાના દિલની વાત જણાવી રહી છે. વાયરલ થઈ રહેલો વીડિયોમાં દેખાઈ રહેલી છોકરીનું નામ અંઝુમા ભુયાન છે. ઈન્‍સ્‍ટાગ્રામ પર અંઝુમા @itz____me_tiku__roy નામથી અકાઉન્‍ટ છે. આ વીડિયોમાં તે એક વૃદ્ધને પોતાના પતિ ગણાવી રહી છે. એવું લાગે છે કે, દાદાની ઉંમરવાળા વૃદ્ધ સાથે અંઝુમાને પ્રેમ થઈ ગયો અને તેમને નિકાહ કરી લીધા છે. હવે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી પોતાના પતિ સાથે દેખાઈ રહી છે અને ખૂબ પ્રેમ કરી રહી છે. તે હંમેશા રોમેન્‍ટિક અંદાજવાળા ગીતો શેર કરતી હોય છે. વીડિયો શેર કરી અંઝુમાએ લખ્‍યું કે, ‘My Husband’ આ વીડિયોમાં તેના પતિના હાથમાં મોબાઈલ પકડેલો છે. તે સેલ્‍ફી મોડમાં રીલ્‍સ બનાવી રહી છે. જયારે ઠીક તેની પાછળ અંઝુમા બેકગ્રાઉન્‍ડમાં વાગી રહ્યું છે. અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ.

લોકો આ વીડિયો પર ખૂબ અભદ્ર ટિપ્‍પણીઓ કરી રહ્યા છે. જયારે અંઝુમાની પ્રોફાઈલ જોઈ તો જાણવા મળ્‍યું કે, તે પહેલા પણ આ શખ્‍સ સાથે કેટલાય વીડિયો અપલોડ કર્યા છે. દરેક વીડિયોમાં અંઝુમાએ આ શખ્‍સને પોતાનો પતિ જ ગણાવ્‍યો છે. ત્‍યારે આવા સમયે ન્‍યૂઝ ૧૮ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. બની શકે કે, બંને મળીને મનોરંજન માટે આવા વીડિયો બનાવી રહ્યા હોય. બાકી આ વીડિયો જોયા બાદ તમને શું લાગે છે, કોમેન્‍ટ કરીને ચોક્કસથી જણાવજો.

(3:25 PM IST)