News of Tuesday, 31st December 2024
યુનિમેક એરોસ્પેસ IPOની માર્કેટમાં વિસ્ફોટક એન્ટ્રીઃ રૂ.૧૪૯૧ પર શેર લિસ્ટેડ : રોકાણકારોને ૯૦% નફો
યુનિમેક એરોસ્પેસે તેના IPO માટે શેર દીઠ રૂ. ૭૪૫-૭૮૫નો પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી

મુંબઇ, તા.૩૧: એન્જિનિયરિંગ સોલ્યુશન્સ કંપની યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO)એ શેરબજારમાં અદભૂત એન્ટ્રી કરી હતી. કંપનીના શેર BSE પર રૂ. ૧૪૯૧ના ભાવે લિસ્ટ થયા હતા, જે રૂ. ૭૮૫ના પ્રાઇસ બેન્ડ કરતાં ૯૦% વધુ છે. યુનિમેક એરોસ્પેસ IPO શેર NSE પર રૂ. ૧૪૬૦ પર લિસ્ટ થયો હતો. આ કિંમત ઇશ્યૂ કિંમત કરતા ૮૬% વધારે છે.
યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગનો IPO સોમવારે (૨૩ ડિસેમ્બર) અરજીઓ માટે ખુલ્લો હતો. ઇશ્યૂ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૬ ડિસેમ્બર હતી. યુનિમેક એરોસ્પેસે તેના IPOમાટે શેર દીઠ રૂ. ૭૪૫-૭૮૫નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો. કંપનીએ ૬૩,૬૯,૪૨૪ શેરના તાજા ઇશ્યુ અને રૂ. ૫ પ્રતિ શેરના ફેસ વેલ્યુએ ૫૩૧,૮૪,૭૧૨ શેરના વેચાણની ઓફર (OFS) દ્વારા રૂ. ૫૦૦ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. કંપનીના પ્રમોટર જેમણે OFS માં ભાગ લીધો હતો તેમાં રામકળષ્ણ કામોઝાલા, મણિ પી, રજનીકાંત બલરામન, પ્રીતમ એસવી અને રસ્મી અનિલ કુમારનો સમાવેશ થાય છે. પબ્લિક ઈસ્યુ માટે પ્રાઈસ બેન્ડ ૭૪૫-૭૮૫ રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
