તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 31st December 2024
એક નહીં, બે નહીં... મુંબઈ-નાગપુર હાઈવે પર 50થી વધુ વાહનોમા પંચર :મુસાફરો રાતભર ફસાયા : રોડ પર પડેલા લોખંડના બોર્ડ ઉપરથી તમામ વાહનો પસાર થતા પંચર પડી ગયા નું ખુલ્યું
લાંબા સમય સુધી કોઈ મદદ ન મળતા મુસાફરો રાતભર હાઈવે પર ફસાયેલા રહ્યા : બોર્ડ આકસ્મિક રીતે પડ્યું કે જાણી જોઈને ફેંકવામાં આવ્યું તેની તપાસ

મુંબઈ તા.૩૧ : મુંબઈ-નાગપુર હાઈવે પર લોખંડના પતરાને કારણે 50થી વધુ વાહનોના ટાયર પંકચર થઈ ગયા હતા. રોડ પર પડેલા લોખંડના બોર્ડ ઉપરથી તમામ વાહનો પસાર થતા હતા. આ ઘટના હાઇવેના વ્યસ્ત પંથક પર બની હતી જેના કારણે ટ્રાફિકમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો. હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. કોઈ મદદ ન મળતાં મુસાફરો આખી રાત હાઈવે પર ફસાયેલા ર મુંબઈ-નાગપુર હાઈવે પર 50થી વધુ ગાડીઓ પંકચર થઈ ગઈ હતી. લોખંડની ચાદરને કારણે હાઈવે પરના 50થી વધુ વાહનોના ટાયર પંકચર થઈ ગયા હતા. આ અકસ્માત 'મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ' પર થયો હતો, જે મુંબઈ અને નાગપુરને જોડતો મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. રોડ પર પડેલા લોખંડના બોર્ડ ઉપરથી તમામ વાહનો પસાર થતા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.
વાશિમ જિલ્લાના માલેગાંવ અને વનોજા ટોલ પ્લાઝા વચ્ચે 29 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેના કારણે ફોર-વ્હીલર અને માલસામાનની ટ્રકોને અસર થઈ હતી. જેના કારણે હાઇવે પર લાંબો જામ સર્જાયો હતો. આ ઉપરાંત લાંબા સમય સુધી કોઈ મદદ ન મળતા મુસાફરો રાતભર હાઈવે પર ફસાયેલા રહ્યા. બોર્ડ આકસ્મિક રીતે પડ્યું કે જાણી જોઈને ફેંકવામાં આવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે
- સમૃદ્ધિ હાઇવે મહારાષ્ટ્રમાં છ-લેન અને 701 કિલોમીટર લાંબો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે છે.
- તે મુંબઈ અને રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને જોડતો દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ છે.
- તે 55,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.
આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે હાઈ-સ્પીડ કોરિડોર પરની સુરક્ષા પ્રશ્નના ઘેરામાં છે. જૂનમાં, જાલના જિલ્લાના કડવાંચી ગામ નજીક સમૃદ્ધિ હાઇવે પર બે કાર વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને ચાર ઘાયલ થયા હતા.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
