News of Tuesday, 31st December 2024
સુઝલોન શેરમાં છેલ્લા 2 વર્ષમાં 482 ટકાનો જંગી વધારો : કંપનીના ક્રેડિટ રેટિંગમાં સુધારો
ક્રિસિલ રેટિંગ્સે કંપનીના મજબૂત પ્રદર્શન અને સુધારેલા નફાને ધ્યાનમાં રાખીને પોઝિટિવ આઉટલુક સાથે તેનું ક્રેડિટ રેટિંગ 'ક્રિસિલ A' માં અપગ્રેડ કર્યું

મુંબઈ :સુઝલોન એનર્જીના શેર મંગળવારે 31 ડિસેમ્બરના રોજ લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બપોર દરમિયાન શેર 1.12 ટકાના વધારા સાથે 62.11 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રિસિલે એક વર્ષમાં બીજી વખત સુઝલોન પર તેના રેટિંગમાં સુધારો કર્યો છે. ક્રિસિલ રેટિંગ્સે કંપનીના મજબૂત પ્રદર્શન અને સુધારેલા નફાને ધ્યાનમાં રાખીને પોઝિટિવ આઉટલુક સાથે તેનું ક્રેડિટ રેટિંગ 'ક્રિસિલ A' માં અપગ્રેડ કર્યું છે.
સુઝલોન એનર્જીનું માર્કેટ કેપ વધીને લગભગ રૂપિયા 84,381 કરોડ થયું છે. સુઝલોન એનર્જીના શેરમાં એક વર્ષમાં લગભગ 62 ટકાનો વધારો થયો છે અને બે વર્ષમાં સ્ટોકમાં 482 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ વર્ષે 12 સપ્ટેમ્બરે શેર 86.04 રુપિયાની ટોચે પહોંચ્યો હતો. તે જ સમયે 14 માર્ચ 2024 ના રોજ શેર તેની નીચી સપાટી 35.49 રૂપિયા પર આવી ગયો હતો.
CRISIL એ 2024 ની શરૂઆતમાં સુઝલોનને 'CRISIL A-' રેટિંગ આપી હતી. જે હવે કંપનીના સુધારેલા નાણાકીય માપદંડો અને ગતિશીલ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વધતી તકોને ધ્યાનમાં રાખીને 'CRISIL A'માં અપગ્રેડ કરવામાં આવી છે. CRISIL રેટિંગ્સે સુઝલોનના રેટિંગ પર પોઝિટિવ આઉટલુક જાળવી રાખ્યો છે.
સુઝલોન રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર કંપની છે. કંપની વિન્ડ ટર્બાઇન બનાવે છે. આ સિવાય તે સોલાર સોલ્યુશનની એક રેન્જ પણ ઓફર પણ આપે છે. છેલ્લાં 29 વર્ષોમાં કંપનીએ 17 દેશોમાં 20 ગીગાવોટથી વધુ પવન ચક્કી સ્થાપિત કરી છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
