<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

વડાપ્રધાન 19 મહિનાથી હિંસા પર કેમ કંઈ બોલતા નથી ?કોંગ્રેસે મણિપુર હિંસા મામલે ઉઠાવ્યા સવાલ

મણિપુરમાં હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો છે, સ્થિતિમાં ઘણો સુધારો થયો, હિંસા માટે રાજ્યના મુખ્યમંત્રી એન બિરેનની માફી માંગી :કોંગ્રેસે મુખ્યમંત્રીની માફી પર નિશાન સાધ્યું

નવી દિલ્હી :મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે મંગળવારે રાજ્યમાં થયેલી હિંસા માટે માફી માંગી છે. તેમણે તમામ સમુદાયોને ભૂતકાળની ભૂલો ભૂલીને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ રાજ્યમાં સાથે રહેવા અપીલ કરી હતી. રાજ્યમાં હિંસામાં અત્યાર સુધીમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર થયા છે. સેંકડો લોકો હજુ પણ રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે. સીએમની માફી અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે

   કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે મણિપુરના મુખ્યમંત્રીએ આજે જે કહ્યું તે કહેવા માટે 19 મહિના લાગ્યા અને તે પૂરતું નથી. તેમણે કહ્યું કે ખરો મુદ્દો એ નથી કે મુખ્યમંત્રી શું કહે છે કે શું નથી કરતા. ખરો મુદ્દો એ છે કે વડાપ્રધાને 19 મહિના સુધી હિંસા પર કેમ કશું કહ્યું નહીં. તે દેશ અને દુનિયામાં ફરે છે, પરંતુ તેને મણિપુર જવાનો સમય નથી મળ્યો, આ મુદ્દો છે. 

    જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે મુદ્દો એ છે કે શા માટે મુખ્યમંત્રી મણિપુર જવાનો ઇનકાર કરી રહ્યા છે. શા માટે તે રાજકીય પક્ષને મણિપુરના લોકોને મળવાની ના પાડી રહ્યા છે? આ પીએમની નિષ્ફળતા છે અને તે વ્યક્તિની નિષ્ફળતા છે જેમને તેમણે મણિપુરનું કામ સોંપ્યું છે, કેન્દ્રીય ગૃહમંત્રી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે છે અને મણિપુરની જનતાનું અપમાન કરતા રહે છે. 

    મીડિયા સાથે વાત કરતા મણિપુરના સીએમએ કહ્યું કે છેલ્લા ત્રણથી ચાર મહિનામાં રાજ્યમાં સાપેક્ષ શાંતિ રહી છે, જેના કારણે તેઓ આશાવાદી છે કે નવા વર્ષમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. રાજ્યમાં જે કંઈ પણ થયું છે તેના માટે હું ખેદ વ્યક્ત કરવા માંગુ છું. ઘણા લોકોએ તેમના પરિવાર અને પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘણા લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. આ માટે હું દિલગીર છું અને માફી માંગવા માંગુ છું. એવી અપેક્ષા છે કે આગામી વર્ષમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે. 

   સીએમએ વધુમાં કહ્યું કે જે થયું તે થયું. હું તમામ સમુદાયોને અપીલ કરવા માંગુ છું કે ભૂતકાળની ભૂલોને માફ કરો અને ભૂલી જાઓ અને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ મણિપુરમાં સાથે રહીને તેમના જીવનની નવેસરથી શરૂઆત કરો

. તેમણે કહ્યું કે વંશીય સંઘર્ષ મે 2023 માં શરૂ થયો હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં ગોળીબારની ઘટનાઓમાં ઘટાડો થયો છે. મેથી ઓક્ટોબર 2023 સુધીમાં ફાયરિંગની 408 ઘટનાઓ બની હતી. નવેમ્બર 2023 થી એપ્રિલ 2024 સુધી ફાયરિંગની 345 ઘટનાઓ અને મે 2024 થી અત્યાર સુધીમાં ફાયરિંગની 112 ઘટનાઓ બની છે

(9:44 PM IST)