News of Tuesday, 31st December 2024
ડિગ્રી કેન્સલ કરીને મારું ભવિષ્ય કેમ બગાડ્યું ?' વિદ્યાર્થીએ સરેઆમ કુલપતિને લીધા આડે હાથ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજ્ય સંમેલન દરમિયાન એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રમેશ ચંદ્રાનો રસ્તો રોક્યો અને તેની ડિગ્રી રદ કરવાનું કારણ પૂછ્યું

રાજસ્થાનના ભરતપુરની મહારાજા સૂરજમલ બ્રિજ યુનિવર્સિટીમાં તે સમયે વિવાદ વધુ ઘેરો બન્યો હતો, જ્યારે એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રમેશ ચંદ્રાનો રસ્તો રોક્યો અને તેની ડિગ્રી રદ કરવાનું કારણ પૂછ્યું.
આ ઘટના 30 ડિસેમ્બર, 2024 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજ્ય સંમેલન દરમિયાન બની હતી, જેમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે મુખ્ય અતિથિ તરીકે હાજર હતા.વિદ્યાર્થી વિષ્ણુ ખમરા, જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર અને વિદ્યાર્થી નેતા છે. તેમનો આરોપ છે કે વાઈસ ચાન્સેલર રમેશ ચંદ્રાએ અંગત અદાવતને કારણે તેમની ગ્રેજ્યુએશનની ડિગ્રી રદ કરી હતી. ]
વિષ્ણુનું કહેવું છે કે તેણે વર્ષ 2020માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, પરંતુ યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અને વિદ્યાર્થીઓના હિતની માગણી કરતી હિલચાલને કારણે તેની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. વિષ્ણુએ કહ્યું કે, મેં હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે અવાજ ઉઠાવ્યો છે. મારી ડિગ્રી રદ કરવામાં આવી કારણ કે મેં ફી વધારા અને યુનિવર્સિટી વહીવટમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. હું રાજ્યપાલ અને મુખ્યમંત્રીને અપીલ કરું છું કે મને ન્યાય અપાવો.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
