તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
૨૦૨૪માં શેરબજારના અજબ શેરની ગજબ કમાણી- અધધધધધધધધધધ ૫૨,૭૭૯ ટકા રિટર્ન
એક વર્ષમાં શ્રી અધિકારી બ્રધર્સના શેરે આપ્યું કલ્પના બહારનું રિટર્ન :દસમી ડિસેમ્બરે આ શૅર ૭૪,૫૦૮ ટકા વળતર આપતો હતો : એની સામે સેન્સેક્સ અને નિફ્ટીએ સિંગલ ડિજિટમાં જ વળતર આપ્યું છે

મુંબઇ, તા.૧: ગઈકાલે પૂરા થયેલા ૨૦૨૪માં સેન્સેક્સ અને નિફ્ટીએ સિંગલ ડિજિટમાં રિટર્ન આપ્યું હતું, પણ માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરે રોકાણકારોને છ ટકા નુકસાન કરાવ્યું હતું. આવી જ રીતે બીજા બ્લુ ચિપ શૅર ણ્ઝજ્ઘ્ બૅક્રે માત્ર ચાર ટકા અને લાર્સન ઍન્ડ ટૂબ્રોએ પોણાબે ટકા વળતર આપ્યું હોવાથી ઇન્વેસ્ટરો નિરાશ થયા હતા.
જોકે આ બધા વચ્ચે એક શૅર એવો છે જેણે આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલું રિટર્ન આપ્યું છે. આ શૅર છે શ્રી અધિકારી બ્રધર્સ. એણે એક વર્ષમાં બે-પાંચ, સો-બસો, હજાર-બે હજાર કે દસ-વીસ હજાર ટકા નહીં, પરંતું ૫૨,૭૭૯ ટકા વળતર આપ્યું છે. દસમી ડિસેમ્બરે તો આ શૅરે ૭૪,૫૦૮ ટકા વળતર આપ્યું હતું. ત્યાર બાદ નીચલી સર્કિટને લીધે એનો ભાવ દસમી ડિસેમ્બરે ૨૧૯૮ રૂપિયાની સામે ગઈ કાલે ૧૫૫૭ રૂપિયા થઈ ગયો હતો. ૨૦૨૪ની ૧ જાન્યુઆરીએ શ્રી અ?ધિકારી બ્રધર્સના શૅરનો ભાવ ૨.૯૫ રૂપિયા હતો. જોકે નવાઈની વાત એ છે કે આ કંપની ભયંકર રીતે ખોટના ખાડામાં છે છતાં આ શૅરે ઇન્વેસ્ટરોને ૨૦૨૪માં બખ્ખાં કરાવી દીધાં છે.(૨૩.૧૧)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
