News of Wednesday, 1st January 2025
મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં ફસાયેલા ક્રિકેટરો શુભમ ગીલ - મોહિત શર્મા-તેવટિયા-સાંઇની પુછપરછ થશે
મલ્ટી કરોડ કૌભાંડ સંદર્ભે CID ક્રાઇમ ક્રિકેટરોને મોકલશે સમન્સ

નવી દિલ્હી, તા.૧: ગુજરાતના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાની તપાસનો રેલો કેટલો દૂર જશે એ તો ખબર નથી, પરંતું તેની ઝપેટમાં ભારતીય ક્રિકેટરો પણ આવ્યા હોવાનું સામે આવ્યું છે. BZ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ભારતનાના જાણીતા ક્રિકેટરોએ ઝાલાની સ્કીમમાં લાખો - કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીઆઈડીની તપાસના ક્રિકેટરોએ પૈસા રોકયાનું ખૂલ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મુજબ અંદાજે ૫ જેટલા ક્રિકેટરોએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું અને ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે. ગુજરાત CID ક્રાઈમે પુષ્ટિ કરી છે કે કરોડો રૂપિયાના ચિટફંડ કૌભાંડના સંબંધમાં કેટલાક હાઈ-પ્રોફાઈલ ક્રિકેટરોને તેમની પાસેથી વિગતો જાણવા પુછપરછ માટે બોલાવવામાં આવશે. જેમણે કદાચ તેમનું રોકાણ ગુમાવ્યું છે તેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડીઓ શુભમ ગિલ, મોહિત શર્મા, રાહુલ તેવટિયા અને સાઈ સુધરસનનો સમાવેશ થાય છે, જેઓ તમામ ગત IPL સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે રમ્યા હતા.
આ તપાસ પોન્ઝી સ્કીમના કિંગપિન ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછને પગલે ચાલી રહી છે. ઝાલાએ કબૂલાત કરી હતી કે તેણે આ ક્રિકેટરો દ્વારા તેની BZ સ્કીમમાં રોકાણ કરેલા નાણાં પરત કર્યા નથી.
CIDના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ, શુભમ ગિલ, જેમણે ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું નેતળત્વ કર્યું હતું, તેણે રૂ. ૧.૯૫ કરોડનું રોકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે, જ્યારે મોહિત શર્મા, રાહુલ તેવટિયા અને સાઇ સુધરસને નાનું રોકાણ કર્યું હતું. CID અધિકારીઓએ જણાવ્યું છે કે ક્રિકેટરોને પછીની તારીખે પૂછપરછ માટે બોલાવવામાં આવશે, કારણ કે કેટલાક હાલમાં વિદેશ પ્રવાસ પર છે અને એક ઘાયલ છે.
મંગળવારે CID ક્રાઈમ યુનિટે ઝાલાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રૂષિક મહેતાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના રહેવાસી મહેતા ઝાલાના ખાતા સંભાળતા હતા. સીઆઈડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘‘જો મહેતા સંડોવાયેલા જણાશે, તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમે બેંક વ્યવહારો અને ઝાલા દ્વારા જાળવવામાં આવતી બિનસત્તાવાર એકાઉન્ટ બુકની તપાસ કરવા માટે એકાઉન્ટન્ટ્સની એક ટીમ પણ તૈનાત કરી છે. બિનસત્તાવાર પુસ્તક જપ્ત કરવામાં આવ્યું છે, અને સોમવારથી વિવિધ સ્થળોએ દરોડા ચાલુ છે.‘‘
શરૂઆતમાં, ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ૬,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જોકે, વધુ તપાસમાં આ આંકડો ઘટીને રૂ. ૪૫૦ કરોડ થયો છે.
‘‘ઝાલાએ બિનસત્તાવાર એકાઉન્ટ બુક પણ જાળવી રાખી હતી, જે સીઆઈડી ક્રાઈમ યુનિટ દ્વારા જપ્ત કરવામાં આવી છે. તે બુકમાં નોંધાયેલા વ્યવહારોની રકમ લગભગ ૫૨ કરોડ રૂપિયા છે. વર્તમાન તપાસના આધારે, અમે કુલ રકમ આશરે ૪૫૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવીએ છીએ, અને દરોડા ચાલુ હોવાથી તે વધી શકે છે,‘‘ અધિકારીએ ઉમેર્યું.
CID ક્રાઈમે મહેસાણાના એક રાજકીય વ્યક્તિ કિરણસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી, જેણે BZ કૌભાંડના કિંગપીન ઝાલાને દાવડા ગામમાં તેના ફાર્મહાઉસમાં આશ્રય આપ્યો હતો. અધિકારીઓએ ખુલાસો કર્યો કે ઝાલા અને ચૌહાણ લાંબા સમયથી સંબંધ ધરાવે છે. ચૌહાણ કે જેઓ ક્ષત્રિય સેનાના પ્રમુખ પણ છે, તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમના મામા કથિત રીતે એક સમયે મહેસાણામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખનું પદ સંભાળતા હતા અને હાલમાં કરણી સેના પ્રમુખ તરીકે સેવા આપે છે.
ક્રિકેટર શુભન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, સાંઈ સુંદર સહિત પાંચ ક્રિકેટર્સનાં નામ પણ મળ્યાં છે. આ ઉપરાંત એક્ટર સોનુ સૂદના નામની પણ તપાસ થઈ રહી છે. કારણ કે, સોનુ સૂદ ભુપેન્દ્રસિંહ ઝાલાના એક કાર્યક્રમમાં હાજર રહયો હતો.
બી ઝેડ ગ્રુપ કૌભાંડ મામલે ઠગ ભુપેન્દ્ર ઝાલાનો વધુ એક અય્યાશીભર્યો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકોના પૈસે ઠગ ભુપેન્દ્ર ઝાલા સાધુ-સંતોને હેલિકોપ્ટરની પ્રવાસ કરાવી હતી. ઠગ ભુપેન્દ્ર ઝાલા હેલિકોપ્ટરમાં સાધુ સંતોને મોજ કરાવતો હોય તેવો વિીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઠગ ભુપેન્દ્ર ઝાલાના નવાબી ઠાઠ જોઈ રોકાણકારોને હવે પોતાના રૂપિયા ભૂલી જવાના દિવસો આવ્યા છે.
ભૂપેન્દ્ર ઝાલાના બીઝેડ ગ્રુપ પર કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહયો છે. તેથી એક બાદ એક એજન્ટ ભૂગર્ભમાં ઉતરવાનો સિલસિલો ચાલુ છે. હિંમતનગરનો કમલેશ મોચી નામનો એજન્ટ ભૂગર્ભમાં ઉતર્યો હોવાનું સામે આવ્યું છે. દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતો કમલેશ મોચી પણ ભૂગર્ભમાં ઉતર્યો છે. કમલેશ મોચીને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર ભેટ આપી હતી. કમલેશ મોચીએ બિલ્ડરો, ઉદ્યોગપતિઓ સહિત પ્રતિષ્ઠિત લોકોના રુપિયાના રોકાણ કરાવ્યા હતા. સીઆઈડીનો ગાળીયો કસાતા જ કમલેશ મોચી ઘરને તાળા લગાવી ગાયબ થયો છે. તેની ઘર આગળથી મર્સિડિઝ કાર પણ ગાયબ થઈ છે. આમ, સાબરકાંઠા-અરવલ્લીમાંથી ૧૦૦ જેટલા એજન્ટ-મળતિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા છે.(
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
