News of Wednesday, 1st January 2025
અર્થતંત્રના મોરચે સારા સમાચાર : કોર સેક્ટર ગ્રોથ ૪ મહિનામાં સર્વોચ્ચ સ્તરે
નવેમ્બરમાં કોર સેક્ટરની વળદ્ધિ ૪.૩ ટકા હતી, જે ચાર મહિનામાં સૌથી વધુ છે. જોકે ગત વર્ષની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ૮ મુખ્ય ક્ષેત્રોને કોર સેક્ટર કહેવામાં આવે છે : નવેમ્બરમાં સિમેન્ટના ઉત્પાદનમાં અગાઉના વર્ષની સરખામણીમાં સૌથી વધુ ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો : તે જ સમયે, વીજળીનું ઉત્પાદન ૩.૮% વધ્યું

નવી દિલ્હી, તા.૧: નવેમ્બરમાં કોર સેક્ટરનો ગ્રોથ એક વર્ષ અગાઉના સમાન મહિનાની સરખામણીમાં ઘટીને ૪.૩% થયો હતો. નવેમ્બર ૨૦૨૩માં ૭.૯% વળદ્ધિ નોંધાઈ હતી. નવેમ્બરમાં નોંધાયેલ વધારો જોકે છેલ્લા ૪ મહિનામાં સૌથી વધુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ૮ મુખ્ય ક્ષેત્રોને કોર સેક્ટર કહેવામાં આવે છે. આ આંકડાઓ ઔદ્યોગિક ક્ષેત્રની સ્થિતિ દર્શાવે છે. જુલાઈમાં કોર સેક્ટરની વળદ્ધિ ૬.૧% હતી. ઓગસ્ટમાં તે ઘટીને માઈનસ ૧.૫%ની ૪૨ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. સપ્ટેમ્બરમાં તે ૨% હતો અને ઓક્ટોબરમાં તે ૩.૭% હતો જે એક વર્ષ અગાઉ ૧૨.૭% હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ દ્વારા મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બરમાં સિમેન્ટ, કોલસો, સ્ટીલ, વીજળી, રિફાઇનરી ઉત્પાદનો અને ખાતરના ઉત્પાદનમાં વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર સુધી કોર સેક્ટરની વળદ્ધિ એક વર્ષ અગાઉની સરખામણીએ ૪.૨% હતી. ૨૦૨૩ માં એપ્રિલ-નવેમ્બર દરમિયાન વળદ્ધિ ૮.૭% હતી. નવેમ્બરમાં ક્રુડ ઓઈલ અને નેચરલ ગેસના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. એક વર્ષ અગાઉ ક્રુડ ઓઈલનું ઉત્પાદન ૨.૧% ઓછું હતું અને કુદરતી ગેસનું ઉત્પાદન ૧.૯% ઓછું હતું. એપ્રિલથી નવેમ્બરના ગાળામાં ક્રુડ ઓઇલનું ઉત્પાદન એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં ૨.૪% ઓછું હતું. કુદરતી ગેસના કિસ્સામાં, આ સમયગાળા દરમિયાન ૧.૧% નો વધારો નોંધવામાં આવ્યો હતો.
નવેમ્બરમાં સિમેન્ટના ઉત્પાદનમાં અગાઉના વર્ષની સરખામણીમાં સૌથી વધુ ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, વીજળીનું ઉત્પાદન ૩.૮% વધ્યું. એપ્રિલથી નવેમ્બર સુધીમાં સિમેન્ટ ઉત્પાદનમાં ૩.૧% અને વીજળી ઉત્પાદનમાં ૫.૩%નો વધારો થયો છે. નવેમ્બરમાં કોલસાનું ઉત્પાદન ૭.૫% વધ્યું. એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં, અગાઉના વર્ષ કરતાં ૬.૪% નો વધારો થયો હતો. નવેમ્બરમાં પેટ્રોલિયમ રિફાઈનરી ઉત્પાદનોના ઉત્પાદનમાં ૨.૯% અને ખાતરોના ઉત્પાદનમાં ૨%નો વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન, રિફાઇનરી ઉત્પાદનોના ઉત્પાદનમાં ૨.૭% અને ખાતરોના ઉત્પાદનમાં ૧.૬%નો વધારો થયો છે. નવેમ્બરમાં સ્ટીલનું ઉત્પાદન એક વર્ષ અગાઉ કરતાં ૪.૮ ટકા વધ્યું હતું.
ઓક્ટોબરમાં ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) વળદ્ધિ એક વર્ષ અગાઉની સરખામણીએ ઘટીને ૩.૫% થઈ ગઈ હતી. હવે નવેમ્બરમાં, કોર સેક્ટરની વળદ્ધિ તાજેતરના મહિનાઓ કરતાં વધુ સારી દેખાઈ હતી, પરંતુ એક વર્ષ પહેલાંની સરખામણીએ નબળી રહી હતી. તેની અસર નવેમ્બરના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડામાં જોવા મળશે કારણ કે IIPમાં ૮ મુખ્ય ક્ષેત્રોનો હિસ્સો ૪૦.૨૭% છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
