<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

ભારત બની રહ્યું છે ઈલેક્‍ટ્રોનિક્‍સ મેન્‍યુફેકચરીંગ હબ

દુનિયાને પસંદ આવી ર્‌હ્‌યા છે મેડ ઈન ઈન્‍ડીયા મોબાઇલ, ડેસ્‍કટોપ અને સોલર મોડયુલ સ્‍માર્ટ ફોનની નિકાસમાં ૪૫ ટકાનો વધારો

નવી દિલ્‍હીઃ ભારત  ઈલેક્‍ટ્રોનિકસ હબ બનતું જાય છે. દેશમાં બનેલ ઇલેકટ્રોનિકસથી  માત્ર ઘરેલુ માંગની પૂર્તિજ  નથી થઇ રહી પણ તેની નિકાસ પણ  ખૂબ થઇ રહી છે.  ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ નવેમ્‍બર સમયગાળામાં ભારતની  ઈલેટ્રોનિક્‍સ નિકાસ વાર્ષિક આધાર પર ૨૮ ટકા વધીને  ૨૨.૫ બીલીયન ડોલર  પહોંચી ગઈ. નાણાંકીય વર્ષ ૨૦૨૪ના એ જ સમયગાળામાં  તે ૧૭.૬૬ બીલીયન ડોલર હતી.

 આ વધારો ઇલેક્‍ટ્રોનિકસને ભારતના ટોચના ૧૦ નિકાસ સેક્‍ટરોમાં સૌથી  ઝડપથી વધનારૂ સેકટર બનાવે છે.નિકાસ બાબતે હવે  ઈલેક્‍ટ્રોનિક્‍સ, એન્‍જીનીયરીેંંગ પ્રોડકટ  અને પેટ્રોલીયમ પછી ત્રીજા નંબર પર પહોંચી  ગયું છે. પહેલા તે છઠ્ઠું સ્‍થાને હતું. સ્‍માર્ટફોન નિકાસમાં આવેલ ભારે ઉછાળાના કારણે ભારતની ઈલેક્‍ટ્રોનિક્‍સ નિકાસ ઝડપથી વધી છે.

 સ્‍માર્ટ ફોન ઉત્‍પાદનને પ્રોત્‍સાહન આપવા સરકાર દ્વારા ચલાવાઈરહેલ પ્રોડકશન લીેંકડ ઈન્‍સેન્‍ટીવ (પીએલ આઈ) યોજના હીટ રહી છે. હવે ભારતમાં મોટા  પાયે સ્‍માર્ટફોનનું ઉત્‍પાદન થઈ રહયુ છે, એપલ પણ પોતાના ઘણાં ફોન ભારતમાં બનાવે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સ્‍માર્ટફોનની નિકાસ ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં ૪૫ ટકા વધીને ૧૩.૧૧ બીલીયન ડોલરે પહોંચી  છે. ગત નાણાંકીય વર્ષમાં આ આંકડો ૯.૦૭ બીલીયન ડોલર હતો. ટોટલ ઈલેક્‍ટ્રોનીક્‍સ નિકાસમાં સ્‍માર્ટફોનની હિસ્‍સેદારી હવે ે પ૮ ટકા છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં તે ૬૦-૬૫ ટકાઓ પહોંચવાની આશા છે

ઇલેકટ્રોનિકસની નિકાસ હવે પેટ્રોલીયમ નિકાસના ૫૦ સુધી પહોંચી ગઈ છે જે એક મોટી ઉપલબ્‍ધિ છે. અમેરિકન બજારમાં  સ્‍માર્ટફોનની નિકાસ હવે હીરાની નિકાસથી આગળ નીકળી ગઈ છે. સરકાર ધરેલુ ઉત્‍પાદનને પ્રોત્‍સાહન આપવા અને નિકાસ આધારિત વિકાસ મોડલને મજબૂત કરવા માટે ટેરીફ માળખાની સમીક્ષા કરી રહી  છે.

(12:33 PM IST)