તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
કચરો વીણનાર બે છોકરાઓને મળી જૂની પ૦૦ રૂપિયાની નોટો ભરેલી બૅગ
૨૦૧૬માં જે ૫૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી રદ થઈ ગઈ હતી એ નોટોનાં બંડલ ભરેલી થેલી આ છોકરાઓને મળી હતી

નવી દિલ્હી, તા.૧: સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં બે છોકરાઓ કચરાની બૅગમાંથી જૂની ૫૦૦ રૂપિયાની નોટોનું બંડલ લઈને જાણે કરોડપતિ થઈ ગયા હોય એવી ખુશી અનુભવી રહ્યા છે. ૨૦૧૬માં જે ૫૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી રદ થઈ ગઈ હતી એ નોટોનાં બંડલ ભરેલી થેલી આ છોકરાઓને મળી હતી. તેમને ખબર છે કે આ રૂપિયાની કોઈ કિંમત નથી છતાં તેઓ રૂપિયાની થોકડી પકડીને જાણે પૈસાદાર થઈ ગયા હોય એવી ફીલ સાથે એ પૈસા હાથમાં ફેરવી રહ્યા છે. આ વિડિયોમાં દેખાડાયેલી નોટો અસલી છે કે નકલી એની ખબર નથી પડી, પણ સોશ્યલ મીડિયામાં લોકોએ રિઝર્વ બૅક્ર ઑફ ઇન્ડિયાએ ઍક્શન લેવી જોઈએ એવી ડિમાન્ડ કરી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
