<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

કંઇ ન મળતાં મહિલાએ બનાવી નાખી ‘આઇસ્‍ક્રીમ બિરયાની'

પિન્‍ક રાઇસ જોઇને ફુડ લવર્સનું લોહી ઉકળી ગયું

નવી દિલ્‍હી તા.૧: સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ફયુઝન ફૂડ ટ્રેન્‍ડ ખૂબ જ લોકપ્રિય છે. જ્‍યાં લોકો પોતાની ક્રિએટિવિટી અને એક્‍સપેરિમેન્‍ટથી સારી એવી ડિશને નકામી બનાવે છે. આ ટ્રેન્‍ડને પગલે સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા આઈસ્‍ક્રીમ ઉમેરીને ‘‘આઈસ્‍ક્રીમ બિરયાની'' બનાવી રહી છે.

વીડિયો વાયરલ થયા બાદ મહિલાનું આ એક્‍સપેરિમેન્‍ટ જોઈને લોકોનું લોહી ઉકળી ગયું હતું. લોકો કોમેન્‍ટમાં ફયુઝન ફૂડ એક્‍સપેરિમેન્‍ટ અંગે પોતાનો રોષ ઠાલવ્‍યો હતો. આ ફૂડ ફયુઝન વીડિયો હીના કૌસરે શેર કર્યો છે, જે મુંબઈના કન્‍ટેન્‍ટ ક્રિએટર છે અને બેકિંગ એકેડમી પણ ચલાવે છે. તેણે તેની એકેડમીમાં બેકિંગ કોર્સ વર્કશોપ પૂર્ણ થયાના સેલિબ્રેશનમાં આ ફયુઝન ડિશ બનાવી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં હિના બિરયાનીના બે મોટા પોટ પાસે ઉભી છે, જેના પર સ્‍ટ્રોબેરી આઈસ્‍ક્રીમ જેવું કંઈક રેડવામાં આવ્‍યું છે. એક ચમચીનો ઉપયોગ કરીને, તે બિરયાની-આઈસ્‍ક્રીમનો એક હિસ્‍સો કેમેરા તરફ બતાવે છે. આ વીડિયો જોઈને તમે પણ આઘાતમાં જતા રહેશો.

વીડિયો જોઈને લોકો ગુસ્‍સે થઈ ગયા

વીડિયો જોયા બાદ ચોંકી ઉઠેલા યુઝર્સે રિએક્‍શન આપ્‍યા છે. એક યુઝરે કહ્યું, ‘‘આ અપવિત્રતા છે! બિરયાની પવિત્ર છે - શા માટે તેને આ રીતે બરબાદ કરવામાં આવી રહી છે? બીજા એકે કહ્યું, કોઈ બિરયાની સાથે આવું કેમ કરશે? આ ફયુઝન નથી; આ અરાજકતા છે. ત્રીજા યુઝરે કહ્યું, પહેલા મેગી આઈસ્‍ક્રીમ, હવે આ? કેટલીક વસ્‍તુઓ એકલા છોડી દેવી વધુ સારી છે.'' તો વધુ એકે કહ્યું,  ‘‘શું ખરેખર આપણી પાસે કન્‍ટેન્‍ટ માટેના વિચારો ખતમ થઈ ગયા છે? બીજા એકે લખ્‍યું કે, ‘‘આ જ કારણ છે કે એલિયન્‍સ અમારી પાસે નથી આવતા.

(7:05 PM IST)