<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

જીએસએલવીનું શ્રીહરિકોટા ખાતે જાન્યુઆરીમાં ૧૦૦ મુ મિશન હાથ ધરાશે

સોમવારે શ્રીહરિકોટાથી છોડેલા ૯૯ મા મિશનમાં પોલાર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (પીએસએલવી)-સી-૬૦ ની મદદથી સફળતાપૂર્વક બે અવકાશયાન છોડ્યા હતા

શ્રી મહરિકોટા (આંધ્ર પ્રદેશ) : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) જાન્યુઆરીમાં  શ્રીહરિકોટાના સ્પેસપાર્ટ ખાતેથી જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (જીએસએલવી) ની મદદથી ૧૦૦ મુ અવકાશી મિશન હાથ ધરશે. ઈસરોએ સોમવારે શ્રીહરિકોટાથી છોડેલા ૯૯ મા મિશનમાં પોલાર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (પીએસએલવી)-સી-૬૦ ની મદદથી સફળતાપૂર્વક બે અવકાશયાન છોડ્યા હતા. તેનો હેતુ વર્તુળાકાર ભ્રમણકક્ષામાં “સ્પેસ ડોકિંગ” ને લગતા પ્રયોગ હાથ ધરવાનો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ એસ. સોમનાથે  જણાવ્યું હતું કે, પીએસએલવી-સી-૬૦ મિશનમાં સ્પેસ ડોકિંગ એક્સપરિમેન્ટ સ્પેસ ક્રાફ્ટ “એ” અને “બી” ને સફળતાપૂર્વક રીતે વર્તુળાકાર ભ્રમણકક્ષામાં મુકાયા હતા. તેમણે જણાવ્યું હતું કે ઈસરો નવા વર્ષ-૨૦૨૫ મા અનેક અવકાશી કાર્યક્રમ હાથ ધરવાનું છે.

(11:32 PM IST)