<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

દિલ્હી યુનિવર્સિટી તેની ત્રણ નવી કોલેજોમાંથી એકનું નામ સાવરકરના નામ પર રાખશે

દ્વારકા અને નજફગઢમાં 3 કોલેજના નિર્માણ માટે લીલી ઝંડી

નવી દિલ્હી : દિલ્હી યુનિવર્સિટી તેની ત્રણ નવી કોલેજોમાંથી એકનું નામ સાવરકરના નામ પર રાખશે. તેને 2021 માં DUની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. દ્વારકા અને નજફગઢમાં 3 કોલેજના નિર્માણ માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. આ કોલેજોમાંથી એક લો કોલેજ હશે.

  હવે ડીયુ વીસી આ કોલેજોના શિલાન્યાસ માટે પીએમને આમંત્રણ આપવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણમાંથી એક કોલેજનું નામ નજફગઢમાં સાવરકરના નામ પર રાખવામાં આવશે.

(12:25 AM IST)