<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

એરક્રાફ્ટસમાંહવે ઇનફ્લાઇટ વાઇ–ફાઇની સુવિધા મળી શકશે

૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએ પહોંચ્યા પછી દુનિયા સાથે રહી શકાશે કનેકટેડ

નવી દિલ્હી, તા.૨: તાતા જૂથની માલિકીની ઍર ઇન્ડિયાએ હવે એની ડોમેસ્ટિક ફ્લાઇટોમાં પ્રવાસીઓને ઇનફ્લાઇટ વાઇ–ફાઇની સુવિધા આપવાની શરૃઆત કરી છે અને આવું કરનારી દેશમાં આ પહેલી ઍરલાઇન છે.

આ સંદર્ભે ઍર ઇન્ડિયાએ જણાવ્યું છે કે ડોમેસ્ટિક રૃટો પર ઍરબસ A350, બોઇંગ 787–9 અને કેટલીક ઍરબસ A321 neo  ઍરક્રાફ્ટમાં આ સુવિધા પ્રવાસીઓને મળી શકશે. આમ ડોમેસ્ટિક સેકટરમાં ઍર ઇન્ડિયાએ ઇનફ્લાઇટ વાઇ–ફાઇની સુવિધા આપી છે જેમાં પ્રવાસીઓ ફ્લાઇટ દરમ્યાન પણ બ્રાઉઝિંગ કરી શકશે, સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી શકશે અને મિત્રો અને પરિવારજનોને ટેકસ્ટ–મેસેજ કરી શકશે અને સાથે તેઓ કામ પણ કરી શકશે.

ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે હવામાં ૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએ પહોંચ્યા પછી પ્રવાસીઓ વાઇ–ફાઇ દ્વારા સ્માર્ટફોન, લૅપટૉપ અને ટૅબ્લેટ ચલાવી શકશે, આઇફોન અને ઍન્ડ્રૉઇડ ફોન વાપરી શકશે.

ઍર ઇન્ડિયાએ એની ન્યુયૉર્ક, લંડન, પૅરિસ અને સિંગાપોર જેવી કેટલીક ઇન્ટરનૅશનલ ફ્લાઇટોમાં ઍરબસ ખ્૩૫૦, સિલેકટ ઍરબસ ખ્૩૨૧ ઁફૂં અને બોઇંગ ગ્૭૮૭–૯ ઍરક્રાફ્ટમાં પાઇલટ ધોરણે વાઇ–ફાઇની સુવિધા શરૃ કરી છે. હાલમાં આ સુવિધા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. ડોમેસ્ટિક સેકટરમાં પણ આ સુવિધા હાલમાં મફત આપવામાં આવી રહી છે.(

(10:01 AM IST)