<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

તમે લોકોના દિલજીતી રહ્યા છો', ગાયક દિલજીત દોસાંઝને PM મોદીએ કહ્યું

એક ખેડૂતના ગામડાનો છોકરો તેનું નામ દુનિયામાં પ્રખ્યાત કરે છે..

નવી દિલ્હી, તા.૨: વર્ષ ૨૦૨૫ની શરૃઆતમાં દિલજીત દોસાંઝ પીએમ મોદીને મળ્યા છે. જેનો વીડિયો પીએમ મોદીના ઈન્સ્ટા હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી અને દિલજીત એકસાથે વાતચીત કરતા જોવા મળે છે. વિડીયો સાથેના કેપ્શનમાં લખ્યું છે, એક ખૂબ જ યાદગાર વાર્તાલાપ.

વીડિયોમાં દિલજીત દોસાંઝ બ્લેક કલરના ફોર્મલ્સમાં જોવા મળે છે. તેઓ પીએમ મોદીને જોતાની સાથે સલામ કરે છે. જયારે મોદીજીએ બ્રાઉન કલરની શેરવાની પહેરી છે. દિલજીતને મળ્યા બાદ તે પોતાની ખુશી વ્યકત કરતા પણ જોવા મળે છે. આ દરમિયાન પીએમ મોદી પણ દિલજીત દોસાંજને ફૂલોનો ગુલદસ્તો ગિફટ કરતા જોવા મળે છે. આ સિવાય તેમની ખાસ મુલાકાતની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. કેટલીક તસવીરોમાં બંને વાત કરી રહ્યાં છે તો કેટલીક તસવીરોમાં પીએમ મોદી દિલજીતને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યાં છે.

વાયરલ વીડિયોમાં પીએમ મોદી સિંગર દિલજીત દોસાંજના વખાણ કરતા જોવા મળે છે. તે કહે છે કે તેને જોઈને સારું લાગે છે કે એક ખેડૂતના ગામડાનો છોકરો તેનું નામ દુનિયામાં પ્રખ્યાત કરે છે. આ દરમિયાન દિલજીત મોદીજીની સામે પંજાબી ગીત ગાતો પણ જોવા મળ્યો હતો.

તાજેતરમાં, પીએમ મોદી બોલિવૂડ શોમેન રાજ કપૂરના પરિવારને મળ્યા હતા..તેઓ રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિ પર આ પરિવારને મળ્યા હતા. હવે તે દેશ-વિદેશમાં પોતાની કલાનો ઝંડો લહેરાવનાર દિલજીત દોસાંઝને મળ્યા છે.

(10:02 AM IST)