તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધીઃ- ૨૮:‘‘કલ્પના કરો કે તમે ધીરે-ધીરે શકિત કે જ્ઞાનથી વંચિત કરાઇ રહ્યા છો. વંચિત કરવાની ક્ષણમાં, અતિક્રમણ કરો''
આ વિધિનો પ્રયોગ કોઇ યથાર્થ સ્થિતિમાં પણ કરી શકાય છે. અને એવી સ્થિતિની તમે કલ્પના પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, આડા પડો. શિથિલ થઇ જાઓ અને ભાવ કરો કે તમારૂ શરીર મરી રહ્યું છે. આંખો બંધ કરી દો અને ભાવ કરો કે હું મરી રહ્યો છું. તમે જલદીથી મહેસુસ કરશો કે શરીર ભારે થઇ રહ્યું છે.ભાવ કરોઃ ‘‘ હું મરી રહ્યો છું, હું મરી રહ્યો છું, હું મરી રહ્યો છું.''
જો એ ભાવ પ્રામાણિક છે તો તમારૂ શરીર ભારે થવા લાગશે તમને એવું લાગશે કે જાણે પત્થર જેવું થઇ ગયું છે. તમે તમારો હાથ હલાવવા ઇચ્છશો પરંતુ હલાવી શકશો નહી કારણ કે એ એટલા ભારે અને મડદાલ થઇ ગયા છે. ભાવ કર્યે રાખો હું મરી રહ્યો છું અને જયારે તમને ખબર પડશે કે એક એવી ક્ષણ આવી ગઇ છે. કે એક છલાંગ અને હું મરી જઇશ ત્યારે શરીરને ભૂલી જાઓ અને અતિક્રમણ કરો (છોડી દો.)
જયારે તમને એવો અનુભવ થાય છે કે શરીર મડદું થઇ ગયું છે. ત્યારે અતિક્રમણ કરવાનો શું અર્થ છે? શરીરને જુઓ અત્યાર સુધી તમે ભાવ કરતા રહ્યા હતા કે હું મરી રહ્યો છું હવે શરીર મરેલો ભાર થઇ ગયું છે. શરીરને જુઓ ભૂલી જાવ કે મરી રહ્યો છું અને હવે દૃષ્ટા બની જાવ. શરીર મરેલું પડયુ છે અને તમે એને જોઇ રહ્યા છે. અતિક્રમણ ઘટી જશે. તમે તમારા મનથી બહાર નીકળી જાઓ કારણ કે મૃત શરીરને મનની જરૂર નથી મૃત શરીર એટલું વિશ્રામમાં હોય છ ે કે મનની પ્રક્રિયા જ અટકી જાય છે. તમે છો,શરીર પણ છે, પરંતુ મન ગેરહાજર છે.આ પ્રયોગ દરરોજ કરો અને આ સરલ પ્રક્રિયાથી ઘણું બધુ ઘટી જાય છે.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
