તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
જીએસટીમાં દંડ અને વ્યાજમાફીનાં ફોર્મ આખરે બહાર પડયા
વેપારીએ અપીલ કરી હોય તો પરત કર્યા બાદ જ તેનો લાભ મળશે દંડ અને કેટલા રૂપિયાનું વ્યાજ તે બધી વિગતો ફોર્મમાં ભરવાની રહેશે

મુંબઇ, તા.૨: જીએસટી એસેસમેન્ટ દરમિયાન વેપારીને આપવામાં આવેલી નોટિસમાં ટેક્સ ઉપરાંત વ્યાજ અને દંડ ભરવા માટે તાકીદ કરવામાં આવતી હોય છે. જોકે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે જે વેપારી ટેક્સ ભરપાઈ કરવા તૈયાર હશે તો દંડ અને વ્યાજમાં માફી આપવામાં આવશે. આ માટે વેપારીએ ફોર્મ ભરીને વિભાગમાં જમા કરાવવાનું રહેશે સાથે સાથે અપીલ કરી હોય તેવા કિસ્સામાં અપીલ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ જ તેનો લાભ મળવાનો છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં બાકી જીએસટી ભરપાઈ કરી દેવામાં આવે તો વેપારી પાસેથી દંડ અને વ્યાજ વસૂલ કરવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નહોતું. આખરે તેનો અમલ જાન્યુઆરી ૨૦૨૫થી કરવામાં આવશે તેવું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું હતું. તે માટેનું સત્તાવાર ફોર્મ પણ વિભાગ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. તેમાં વેપારીને કેટલા રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય છે. કેટલા રૂપિયાનો દંડ અને કેટલા રૂપિયાનું વ્યાજ તે સહિતની વિગતો ફોર્મમાં ભરપાઈ કરવાની રહેશે. તે ફોર્મ ભરપાઈ કરવામાં આવ્યા પછી જ વેપારીને વ્યાજ અને દંડની રકમ ભરવામાંથી રાહત મળવાની છે. જોકે જાહેરાતનો અમલ મોડો થવાના લીધે અનેક વેપારીઓએ પહેલેથી જ અપીલ કરી દીધી હતી. હવે આ વેપારીઓએ પણ વ્યાજ અને ઠંડ માફીનો લાભ લેવો હોય તો સૌથી પહેલા જીએસટીમાં કરેલી અપીલને પાછી ખેંચવાની રહેશે. ત્યાર પછી જ આ યોજનાનો લાભ મળવાનો છે. તેના કારણે હવે વેપારીએ જીએસટી અપીલના કેસ પાછા ખેંચીને ફોર્મ ભરવાની કામગીરી કરવાની રહેશે. ત્યારપછી જ જીએસટી વિભાગ દ્વારા લાવવામાં આવેલી યોજના માટેના ફોર્મ ભરીને વ્યાજ અને દંડમાંથી મુક્તિનો લાભ લઇ શકશે. જીએસટી કાઉન્સિલે કરેલી જાહેરાતના થોડા દિવસોમાં જ આ ફોર્મ બહાર પાડી દીધું હોત તો વેપારીએ અપીલ જવાની નોબત જ આવી નહીં હોવાનું જાણકારો કહી રઅયા છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
