તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
અમેરિકામાં 15 લોકોના મોત મામલે આતંકવાદી કનેક્શનની તપાસનો ધમધમાટ :ટ્રકમાંથી ઈસ્લામિક સ્ટેટનો ઝંડો મળ્યો
ના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી કરતા લોકો પર ડ્રાઈવરે પીકઅપ ટ્રક ચડાવી દીધી અને તેમના પર ફાયરિંગ પણ કર્યું:હુમલામાં 15 લોકોના મોત જ્યારે 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં બુધવારે વહેલી સવારે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર એક ડ્રાઈવરે તેની પીકઅપ ટ્રક ચડાવી દીધી અને તેમના પર ફાયરિંગ પણ કર્યું. હુમલામાં 15 લોકોના મોત થયા હતા, જ્યારે 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
હુમલાખોર ટ્રક ડ્રાઈવરને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. તેની ઓળખ ટેક્સાસના 42 વર્ષીય અમેરિકી નાગરિક શમશુદ્દીન જબ્બાર તરીકે થઈ છે. ફેડરલ તપાસ એજન્સીને ટ્રકમાંથી ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)નો ઝંડો મળ્યો છે. પોલીસને ટ્રકમાંથી ઘણા હથિયારો પણ મળી આવ્યા હતા. પોલીસ જબ્બારના આતંકવાદી સંગઠન સાથેના સંબંધોની તપાસ કરી રહી છે.
ઇસ્લામિક સ્ટેટના ધ્વજ સાથે પીકઅપ ટ્રક ચલાવનાર આરોપી યુએસ આર્મીનો ભૂતપૂર્વ સૈનિક હતો. ટ્રક ડ્રાઈવર લશ્કરી ગણવેશમાં હતો. એફબીઆઈએ પણ આ ઘટનામાં વધુ લોકો સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી છે અને તેમને શોધવા માટે જનતાની મદદ માટે હાકલ કરી છે.
પોલીસ પ્રમુખ એની કિર્કપેટ્રિકે કહ્યું કે આ વ્યક્તિ શક્ય તેટલા વધુ લોકો પર ટ્રક ચલાવવા માંગતો હતો. તેનો ઈરાદો લોકોને મારવા અને નુકસાન પહોંચાડવાનો હતો. ડ્રાઈવરે બેરિકેડમાંથી પસાર થઈને પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જેમાં બે પોલીસ અધિકારીઓને પણ ઈજા થઈ હતી. પોલીસ અધિકારીઓની હાલત સ્થિર છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
