<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

અમેરિકામાં 24 કલાકમાં ત્રીજો મોટો હુમલો: ન્યુયોર્કની અમજુરા નાઈટ ક્લબમાં ફાયરિંગ, અનેક લોકો ઘાયલ

પોલીસ વિસ્તારને સુરક્ષિત કરવા જમૈકા લોંગ આઇલેન્ડ રેલ રોડ સ્ટેશન નજીક પહોંચી:ઘટનાસ્થળેથી પોલીસને 91 એવેન્યુ અને 144 પ્લેસ પર કારતુસ મળ્યા :અમેજુરા અને સટફિન પ્લાવ્ડ સ્પેશિયલ યુનિટને તૈનાત કરાયા

અમેરિકામાં 24 કલાકમાં ત્રીજા મોટા હુમલાના સમાચાર સામે આવ્યા છે. એક હુમલાખોરે ન્યુયોર્કની અમજુરા નાઈટ ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગ કરી હતી. અનેક લોકોના ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ છે. આ ઘટના રાત્રે લગભગ 11.45 કલાકે બની હતી.

ન્યુયોર્કની અમજુરા નાઈટ ક્લબમાં રાત્રે લગભગ 11.45 કલાકે ફાયરિંગની ઘટના સામે આવી હતી. પોલીસ વિસ્તારને સુરક્ષિત કરવા જમૈકા લોંગ આઇલેન્ડ રેલ રોડ સ્ટેશન નજીક પહોંચી છે. ઘટનાસ્થળેથી પોલીસને 91 એવેન્યુ અને 144 પ્લેસ પર કારતુસ મળી આવ્યા છે. આસપાસના વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસે અમેજુરા અને સટફિન પ્લાવ્ડ સ્પેશિયલ યુનિટને તૈનાત કર્યો છે.

સિટિનની એક રિપોર્ટ અનુસાર પોલીસે એક સફેદ રંગની કારની ઓળખ કરી છે. જે ગોળીબારીમાં સામેલ હતી. જો કે આ ઘટનામાં પોલીસને હજુ સુધી કોઈ યોગ્ય પુરાવા મળ્યા નથી. હજી સુધી કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજની તપાસ ચાલી રહી છે.

(1:47 PM IST)