તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
સાઇબર ગુનાઓમાં સૌથી વધારે વોટસએપનો ઉપયોગ
ટેલીગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર પણ છેતરપિંડી કરનારાઓ સક્રિયઃ બેરોજગારો,ગૃહિણીઓ અને જરૂરીયાતવાળા લોકોને બનાવાય છે નિશાન

નવી દિલ્હીઃ સોશયલ મીડિયા પ્લેટફોર્મ વોટસએપ પર સૌથી વધારે ઓનલાઇન ફ્રોડ થઇ રહ્યા છે.
ત્યાર પછી ટેલીગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઓનલાઇન છેતરપિંડી કરનારાઓના પસંદગીના શિકાર સ્થાન છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના વાર્ષિક રિપોર્ટમાં આ ખુલાસો થાય છે.
રિપોર્ટ અનુસાર, ૨૦૨૪ના પહેલા ૩ મહિનામાં વોટસએપના માધ્યમથી સાઇબર ફ્રોડની ૪૩૭૯૭ ફરિયાદો મળી ટેલીગ્રામ વિરૂધ્ધ ૨૨,૬૮૦ અને ઇન્સ્ટાગ્રામ વિરૂધ્ધ ૧૯,૮૦૦ ફરિયાદો મળી હતી.
રિપોર્ટમાં કહેવાયું છે કે સાઇબર અપરાધી ગૂગલ સર્વિસ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.ઓનલાઇન છેતરપિંડી કરનારાઓને બેરોજગારો ,ગૃહિણીઓ અને જરૂરીયાતમંદ લોકોને નિશાન બનાવે છે. સંગઠિત સાઇબર ગુનેગારો ભારતમાં ફેસબુક દ્વારા ગેરકાયદે એપ લોંચ કરે છે.આવા ગુનાઓ પર ધ્યાન રાખનાર સરકારી એકમ આઇ ૪ સી શંકાસ્પદ લીંકની ઓળખ કરે છે અને કાર્ર્યવાહી માટે ફેસબુકોના પેજ સાથે શેર કરે છે આઇ ૪ સી દેશભરની સંસ્થાઓમાં સાઇબર સુરક્ષા, સાઇબર સુરક્ષા, સાઇબર ગુનાની તપાસ અને ડીજીટલ ફોરેન્સીકોની ટ્રેનીંગ આપવાના પ્રયાસો કરે છે
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
