<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

કતરામાં ૭ દિવસની હડતાલ પછી શરૂ થઇ ચહેલ પહેલ

ગયા વર્ષનો રેકોર્ડ તોડવામાં નડી ગઇ હડતાલ

જમ્‍મુઃ ૧ જાન્‍યુઆરી વૈષ્‍ણોદેવી તીર્થસ્‍થાન પર રોપાવેના મુદે સાત દિવસથી ચાલી રહેલી હડતાલ મોડી રાત્રે સમાપ્ત થઇ હતી.પણ, આ હડતાલે યાત્રાના રેકોર્ડની વાર લગાવી દીધી કેમ કે યાત્રામાં સામેલ થનારા દ્વારા વર્ષના અંતિમ દિવસોમાં પોતાના કાર્યક્રમો કરી દેવાથી યાત્રાએ નવો રેકોર્ડ તો ના બનાવ્‍યો પણ ૨૦૨૩ નો રેકોર્ડ પણ ના તોડી શકી.

કાલે મોડી રાત્રે આખરે પ્રશાસન તરફથી લેખિત આશ્‍વાસન મળ્‍યા પછી કમામાં છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી બંધ અને હડતાલ સમાપ્ત થઇ ગઇ. તેની જાહેરાત કટરા પહોંચેલ જમ્‍મુનાં ડીવીઝન કમિશ્‍નર અને સંઘર્ષ સમિતિના સભ્‍યોએ કરી.

બન્ને વચ્‍ચે લગભગ અઢી કલાક ચાલેલી મીટીંગમાં, સમિતિના ધરપકડ કરાયેલ ૧૮ સભ્‍યોને બિનશરતી મુકત કરવા, યાત્રા માર્ગપર રોપવે પરિયોજના અંગે સમિતિના સભયો અને અન્‍ય લોકો સાથે સંપૂર્ણ વાત થવા સુધી તેનું નિર્માણ બંધ રાખવા બાબતે સહમતિ થઇ હતી

(3:24 PM IST)