<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

NEET–UG પરીક્ષા પર નિષ્‍ણાત સમિતિની ભલામણોનો અમલ કરાશે

કેન્‍દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્‍યું

 

 

નવી દિલ્‍હી, તા.૨: કેન્‍દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને કહયું કે તેઓ NEET–UG પરીક્ષાને લઈને નિષ્‍ણાત સમિતિની ભલામણોને લાગુ કરશે. ગયા વર્ષે, સરકારે NEET–UG પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સી (NTA)ની કામગીરીની સમીક્ષા કરવા માટે સાત સભ્‍યોની નિષ્‍ણાત સમિતિની રચના કરી હતી. આ સમિતિએ પરીક્ષામાં સુધારા માટે સૂચનો આપવાના હોય છે.

આ લોકોને કમિટીમાં સામેલ કરવામાં આવ્‍યા છે : ગયા વર્ષે ૨ ઓગસ્‍ટના રોજ, સુપ્રીમ કોર્ટે NEET–UG પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતાં સર્વોચ્‍ચ અદાલતે કહયું કે પરીક્ષા દરમિયાન પેપર લીક કે ગેરરીતિના પૂરતા પુરાવા મળ્‍યા નથી. સુપ્રીમ કોર્ટે સાત સભ્‍યોની નિષ્‍ણાત સમિતિનો કાર્યકાળ વધારવાનો પણ નિર્દેશ આપ્‍યો હતો. તમને જણાવી દઈએ કે આ નિષ્‍ણાત સમિતિનું નેતળત્‍વ ઈસરોના પૂર્વ ચીફ કે રાધાકળષ્‍ણન કરી રહ્‍યા છે. આ કમિટીને પરીક્ષાને પારદર્શક અને ગેરરીતિમુક્‍ત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિના અન્‍ય સભ્‍યોમાં રણદીપ ગુલેરિયા, બીજે રાવ, રામામૂર્તિ કે, પંકજ બંસલ, આદિત્‍ય મિત્તલ અને ગોવિંદ જયસ્‍વાલનો પણ સમાવેશ થાય છે.

ગુરુવારે, સોલિસિટર જનરલ તુષાર મહેતા, કેન્‍દ્ર તરફથી હાજર થઈને, ન્‍યાયમૂર્તિ પીએસ નરસિમ્‍હા અને મનોજ મિશ્રાની બેન્‍ચને જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર દ્વારા નિયુક્‍ત સમિતિએ તેનો અહેવાલ દાખલ કર્યો છે અને સરકાર તમામ ભલામણોનો અમલ કરશે. મહેતાએ જણાવ્‍યું હતું કે, ‘‘અમે તમામ ભલામણોનો અમલ કરવા જઈ રહ્‍યા છીએ અને તે (કેસ) છ મહિના પછી સૂચિબદ્ધ થઈ શકે છે.‘‘ બેન્‍ચે કહ્‍યું, મામલો ત્રણ મહિના માટે મુલતવી રાખવામાં આવ્‍યો છે. આ પછી ખંડપીઠે એપ્રિલમાં કેસની યાદી આપવાનો નિર્દેશ આપ્‍યો હતો.

સમિતિને આ જવાબદારી સોંપવામાં આવી હતી : મેડિકલ અંડરગ્રેજ્‍યુએટ પ્રોગ્રામ્‍સમાં પ્રવેશ માટે NTA દ્વારા NEET–UG પરીક્ષા લેવામાં આવે છે. ઝારખંડના હજારીબાગમાં એક પરીક્ષા કેન્‍દ્રમાં પ્રશ્નપત્રની સુરક્ષાના ભંગ અને ઉમેદવારો વચ્‍ચે પ્રશ્નપત્રના ખોટા સેટનું વિતરણ જેવી ઘટનાઓની તપાસ કરવા નિષ્‍ણાત પેનલને જવાબદારી સોંપવામાં આવી હતી. કમિટીને પરીક્ષા સુરક્ષા અને વહીવટ, ડેટા સુરક્ષા અને ટેકનિકલ ઉન્‍નતીકરણો અંગેનો તેનો અહેવાલ રજૂ કરવા પણ કહેવામાં આવ્‍યું હતું. MBBS, BDS, આયુષ અને અન્‍ય સંબંધિત અભ્‍યાસક્રમોમાં પ્રવેશ માટે ૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ૨૦૨૪માં NEET–UG પરીક્ષા આપી હતી.(૨૩.૨૦)

(3:25 PM IST)