<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

દઝાડી રહ્યા છે દુબઇથી પણ મોંઘા કાશ્‍મીરના હવાઇ ભાડા

હવે શ્રીનગર સુધી શરૂ થનાર ટ્રેનોથી હવાઇભાડાના ડામ ઉપર લાગશે મલમ

જમ્‍મુઃ તા. ૧ જાન્‍યુઆરી જો તમારે શ્રીનગર માટે ફલાઇટ પકડવી હોય તો તેનું ભાડું એટલું છે જેનો તમને અંદાઝ પણ નહીં હોય. ખરેખર એ સત્‍ય છે કે દિલ્‍હીથી શ્રીનગરની યાત્રા કરતા ઘણી સસ્‍તી છે કેમ કે કાશ્‍મીર માટેના હવાઇ ભાડામાં ભારે વધારો થાય છે.૩૧ ડીસેમ્‍બરે દિલ્‍હીથી દુબઇના હવાઇ ભાડા પર નજર ફેરવતા ખબર પડી કે ત્‍યાંની ટીકીટ મુસાફર દીઠ ૧૦ થી ૨૩ હજાર રૂપિયા વચ્‍ચે હતી, જયારે એજ દિવસે દિલ્‍હી થી શ્રીનગર એરપોર્ટની ફલાઇટ ટીકીટ ૨૧,૬૨૩ રૂપિયા હતી.

હવે આ દઝાડી રહેલા હવાઇ ભાડા પર ટૂંક સમયમાં મલમ લાગશે કેમ કે ઉતર રેલ્‍વે દ્વારા કમા અને શ્રીનગર વચ્‍ચે પહેલી વાર ટ્રેનોના ટાઇમટેબલ ની જાહેરાત સાથે કાશ્‍મીર માટે ડાયરેકટ ટ્રેન એક વાસ્‍તવિકતા બનવાની છે.

ઉતર રેલ્‍વેમાં શિયાળા માટે કાશ્‍મીરમાં ટ્રેન સંચાલન યોજનાની જાહેરાત કરી છે જેમાં તેમણે શ્રી વૈષ્‍ણોદેવી કમા(એસવીડીકે)  થી શ્રીનગર સુધી ત્રણ ટ્રેનો સામેલ કરી છે જેમાં એક વંદેભારત ટ્રેન અને બે મેલ એકસ્‍પ્રેસ ટ્રેનો સામેલ છે જે દરરોજ ચાલશે.

ઉતર રેલ્‍વે દ્વારા જાહેર કરાયેલ ટાઇમટેબલ  અનુસાર, વંદેભારત ટ્રેન કમાથી સવારે ૮:૧૦ વાગે ઉપડશે અને ૧૧:૨૦ વાગે શ્રીનગર પહોંચશે, જયારે મેલ એકસપ્રેસ ટ્રેન કમાથી સવારે ૯:૫૦ વાગ્‍યે ઉપડશે અને બપોરે ૧:૧૦ વાગ્‍યે શ્રીનગર પહોંચશે.આવી જરીતે એક અન્‍ય મેલ બપોરે ૩ વાગ્‍યે કમાથી ઉપડશે અને સાંજે ૬:૨૦ વાગ્‍યે શ્રીનગર પહોંચશે.

ટાઇમટેબલ તો જાહેર થઇ ગયું છે પણ  કાશ્‍મીર માટે ટ્રેન સેવા શરૂ થવાની કોઇ તારીખ નથી આપવામાં આવી. જોકે તેના તરફ એક ડગલું આગળ વધવા માટે ટુંક સમયમાં જ રેલ્‍વે સેફટી કમિશ્‍નરની વધુ એક મુલાકાત થશે આ પ્રવાસ ૬ અને ૭ જાન્‍યુઆરીએ થવાની આશા છે અને કાશ્‍મીર માટે ટ્રેન ચલાવવાનો કોઇ પણ નિર્ણય તેના પર આધાર રાખે છે.

(3:27 PM IST)