News of Thursday, 2nd January 2025
યોગી સરકારમાં રાજકીય ગરમાવો : અનુપ્રિયાએ કહ્યું, ષડયંત્રનો જડબાતોડ જવાબ આપીશું
ઉત્તર પ્રદેશ સરકારમાં ટેકનિકલ શિક્ષણ વિભાગને લઈને ઉભા થયેલા વિવાદે હવે રાજકીય વળાંક લીધો:આશિષ પટેલ અને અનુપ્રિયા પટેલે ષડયંત્રના આક્ષેપો કર્યા:વિપક્ષે SIT તપાસની માંગણી તેજ કરી

ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ટેકનિકલ શિક્ષણ વિભાગમાં કથિત ભ્રષ્ટાચાર અને પ્રમોશન કૌભાંડના આક્ષેપો વચ્ચે મંત્રી આશિષ પટેલ અને તેમની પત્ની કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે STF અને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. મામલો ત્યારે સામે આવ્યો જ્યારે SP ધારાસભ્ય પલ્લવી પટેલે ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ગેરકાયદે પ્રમોશનનો આક્ષેપ કર્યો અને તપાસની માંગ કરી.હતી
પલ્લવી પટેલે ટેકનિકલ શિક્ષણ વિભાગમાં હાલના નિયમોની અવગણના કરીને 250 થી વધુ લેક્ચરર્સને ગેરકાયદેસર રીતે બઢતી આપી અને વિવિધ કોલેજોમાં પ્રિન્સિપાલની નિમણૂક કરી હોવાના આક્ષેપોથી આ આક્ષેપોની શરૂઆત થઈ હતી . તેઓ 1 જાન્યુઆરીએ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા હતા અને SIT તપાસની માંગ કરી હતી. આ પહેલા 16 ડિસેમ્બરે તેમણે વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.
મામલો વધુ ઉગ્ર બન્યા બાદ મંત્રી આશિષ પટેલે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ખુલાસો આપ્યો હતો. તેમણે કહ્યું કે, જો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઈચ્છે તો મારા તમામ નિર્ણયોની સીબીઆઈ દ્વારા તપાસ કરાવી શકે છે. તેણે STF પર પણ ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે તેની વિરુદ્ધ મીડિયા ટ્રાયલ કરવામાં આવી રહી છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે "જો ષડયંત્ર બંધ નહીં થાય તો STF મને છાતીમાં ગોળી મારી દે."
આ વિવાદમાં કેન્દ્રીય મંત્રી અને અપના દળ (એસ)ના પ્રમુખ અનુપ્રિયા પટેલ પણ પોતાના પતિના બચાવમાં આવ્યા હતા. તેમણે મીડિયાને કહ્યું, "અમે અમારા પક્ષના કાર્યકરો અને નેતાઓની પ્રતિષ્ઠાને કલંકિત થવા દઈશું નહીં. ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવામાં આવશે." કોઈનું નામ લીધા વિના તેમણે ઈશારામાં યોગી સરકાર પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે પાર્ટીની ઈમેજ ખરાબ કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવશે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
