<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

ઓફિસમાં કામ કરતા સહકર્મી પર ફીદા થઈ પત્‍નિ, પતિને જાણ થતાં ધનુષથી બાણ ચલાવી મારી નાખી

પતિએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે : ધરપકડ પણ થઈ ગઈ

કયોંઝર, તા.૩: ઓડિશાના કયોંઝર જિલ્લાના બામેબારી પોલીસ સ્‍ટેશનની હદમાં આવતા હાંડીભાંગા ગામમાં બુધવારે મોડી રાત્રે એક ૩૫ વર્ષિય મહિલાની તેના પતિએ તીર મારીને હત્‍યા કરી નાખી. મળતક મહિલાની ઓળખ ચીની મુંડા તરીકે થઈ છે. જાણકારી અનુસાર, ઝઘડો થતાં પતિએ તીરથી હુમલો કર્યો, જેમાં પત્‍નિનું મોત થઈ ગયું.

રિપોર્ટ્‍સમાં જણાવ્‍યા અનુસાર, દસારાને ચીની પર આડા સંબંધોની શંકા હતી. જેના કારણે પતિ-પત્‍ની વચ્‍ચે હંમેશા ઝઘડા થતા હતા. બુધવારે મોડી સાંજે ઝઘડો વધી ગયો તો ગુસ્‍સામાં દસારાએ ચીની પર તીર ચલાવી દીધું, જે તેની છાતીમાં જઈને વાગ્‍યું. તો વળી ગુરુવારે સવારે દસારા અને તેનો પરિવારના સભ્‍યો તેની સારવાર માટે ઝુમ્‍ફુરા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં લઈને ગયા, પણ ત્‍યાં સારવાર મળે તે પહેલા મહિલાએ દમ તોડી દીધો.

પોલીસે આરોપીને ધરપકડમાં લઈને ઘટનાની તપાસ શરૂ કરી દીધી. પોલીસે જણાવ્‍યું કે, પતિ-પત્‍નીમાં બુધવાર રાત્રે ઝઘડો થયો હતો. પતિને શંકા હતી કે તેની પત્‍ની પોતાના સહકર્મી સાથે આડા સંબંધમાં છે. જ્‍યારે પતિએ આગળ હવે કામ કરવાની ના પાડી તો પત્‍નીએ કહ્‍યું કે, તે સંબંધિત સહકર્મી સાથે કામ કરવા માગે છે. ત્‍યારબાદ પતિ ગુસ્‍સાથી લાલઘુમ થઈ ગયો અને ગુસ્‍સામાં આવીને પત્‍ની પર ધનુષથી બાણ ચલાવી દીધું.

આવા સમયે આ બાણ પત્‍નીની છાતીમાં જઈને વાગ્‍યું, જેના કારણે તે ઘાયલ થઈ ગઈ. જેમાં સારવાર દરમ્‍યાન તેનું મોત થઈ ગયું. હાલમાં પતિએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. સાથે જ તેની ધરપકડ પણ થઈ ગઈ છે.

(9:45 AM IST)