News of Friday, 3rd January 2025
હવે ઓનલાઈન એમ્બ્યુલન્સ પણ બોલાવી શકશો, એક ફેરાના ૨૦૦૦ રૂપિયા
હવે બ્લિક્રિટ યુઝર્સ એપ્લિકેશન દ્વારા એમ્બ્યુલન્સ પણ બોલાવી શકશે. આ સર્વિસ કંપની દ્વારા શરૂ કરવામાં આવી

નવી દિલ્હી, તા.૩: ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિક્રિટ એ એક મોટી જાહેરાત કરી છે. હવે યુઝર્સ બ્લિક્રિટથી એમ્બ્યુલન્સ પણ બોલાવી શકશે. કંપનીએ કહયું કે, આજથી જ આ સર્વિસ ગુરુગ્રામમાં શરૂ કરવામાં આવી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ સર્વિસ અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે.
બ્લિક્રિટની નવી સર્વિસ - હાલમાં ૫ એમ્બ્યુલન્સ ગુરુગ્રામ માટે શરૂ કરી દેવામાં આવી છે. યુઝર્સ બ્લિક્રિટ એપ્લિકેશન દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી શકશે. Blinkit એપ્લિકેશનમાં બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ બુક કરવાનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સમાં કઈ-કઈ સુવિધાઓ આપવામાં આવશે તેના વિશે પણ કંપનીના હેડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
એમ્બ્યુલન્સમાં શું-શું હશે? - કંપની દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે કે, ૨૦૦૦ રૂપિયામાં એમ્બ્યુલન્સ બોલાવી શકાશે. જોકે, તેમાં વેન્ટિલેટર સપોર્ટ નથી. બ્લિક્રિટની એમ્બ્યુલન્સમાં એસેન્શિયલ લાઈફ સેવિંગ ઈક્વિપ્મેન્ટ્સ હશે. આમાં ઓક્સિજન સિલિન્ડર્સ, ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર એટલે AED, સ્ટ્રેચર, મોનિટર, સક્શન મશીન અને અન્ય ઈમરજન્સી દવાઓ અને ઈન્જેક્શનનો સમાવેશ થાય છે.
‘નફો કમાવવા માંગતી નથી કંપની' - દરેક એમ્બ્યુલન્સમાં એક પેરામેડિક, આસિસ્ટન્ટ અને ટ્રેન્ડ ડ્રાઈવર હશે. કંપનીએ કહ્યું છે કે, આ સર્વિસથી કંપની નફો કમાવવા માંગતી નથી અને તેથી જ તેની કિંમત સામાન્ય રાખવામાં આવી છે. કંપની ભવિષ્યમાં પણ તેમાં રોકાણ કરશે.
૨ વર્ષમાં દરેક મોટા શહેરોમાં સર્વિસ શરૂ કરાશે - બ્લિક્રિટના જણાવ્યા અનુસાર, આ સર્વિસ ધીમે-ધીમે અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે. બે વર્ષમાં આ સર્વિસને દરેક મોટા શહેરોમાં શરૂ કરવાનો કંપનીનો પ્લાન છે. નોંધનીય છે કે, બ્લિક્રિટે એમ્બ્યુલન્સ સેવા આપવા માટે રેડ હેલ્થ (Red Health)ની સાથે પાર્ટનરશિપ કરી છે. રેડ હેલ્થ એ એમ્બ્યુલન્સ સર્વિસ છે જે એમ્બ્યુલન્સ ૨૪/૭ પૂરી પાડે છે.(૨૩.૫)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
