<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

ચીનમાં નવો વાયરસ : કોરોના બાદ HMPVનો આતંક : હોસ્‍પિટલોમાં ભીડ : ૧૭૦ના મોત : ૧૮ દેશમાં ૭૮૩૪ કેસ

શું કોવિડ પછી આવવાની છે નવી મહામારી ? ચીનમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે વાયરસ : શું ‘ડ્રેગન' ફરી છુપાવી રહ્યું છે ? આ વાયરસ : શ્વસનતંત્રને અસર કરે છે અને ખાંસી - છીંક - સંક્રમિત વ્‍યકિતના સંપર્કથી ફેલાય છે

બીજિંગ તા. ૩ : ચીનમાંથી ઉદભવેલી કોરોનાની  લહેરને કારણે થયેલી તબાહી દુનિયાએ જોઈ છે. કોરોનાએ માત્ર ચીનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નરસંહાર સજર્યો છે. ચીનના વુહાન શહેરમાં કોરોનાનું રહસ્‍ય આજ સુધી એક રહસ્‍ય જ છે. કોરોના રોગચાળાને પાંચ વર્ષ થઈ ગયા છે. દરમિયાન, ચીનમાં તબાહીનું વધુ એક મોજું ઉછળતું જણાય છે. કોરોના બાદ ચીનમાં વધુ એક રહસ્‍યમય વાયરસ આવ્‍યો છે. હા, હ્યુમન મેટાપ્‍યુમોવાયરસ (HMPV) નો પ્રકોપ ચીનમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે ચીનમાં ફરી કોરોના જેવું દ્રશ્‍ય જોવા મળી રહ્યું છે. હોસ્‍પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. સ્‍મશાનભૂમિ પણ ભરાઈ ગઈ છે.સરકારી અને વૈજ્ઞાનિક એજન્‍સીઓના અહેવાલો અનુસાર, વાયરસથી ચીનમાં અત્‍યાર સુધીમાં ૧૭૦ લોકોના મોત થયા છે, જયારે ૧૮ દેશોમાં ૭,૮૩૪ કેસ નોંધાયા છે.

હ્યુમન મેટાપ્‍યુમોવાયરસ (એચએમપીવી) એ આરએનએ વાયરસ છે, જે સૌપ્રથમ ૨૦૦૧માં ડચ સંશોધકો દ્વારા શોધાયો હતો. આ વાયરસ શ્વસનતંત્રને અસર કરે છે અને મુખ્‍યત્‍વે ઉધરસ, છીંક અને ચેપગ્રસ્‍ત વ્‍યક્‍તિના સંપર્ક દ્વારા ફેલાય છે. તે શિયાળા અને વસંતમાં વધુ સક્રિય હોય છે. તેના સામાન્‍ય લક્ષણોમાં શરદી, તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. આ વાયરસના સોફ્‌ટ ટાર્ગેટ બાળકો અને વૃદ્ધો છે.

અહેવાલો અનુસાર, HMPV સાથે, ઈન્‍ફલ્‍યુએન્‍ઝા A, માયકોપ્‍લાઝમા ન્‍યુમોનિયા અને કોવિડ-૧૯ પણ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. હોસ્‍પિટલો દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે, અને સ્‍મશાનગૃહ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. બાળકોની હોસ્‍પિટલો, ખાસ કરીને, ન્‍યુમોનિયા અને ‘વ્‍હાઇટ લંગ' જેવા રોગોના કેસ સાથે સંઘર્ષ કરી રહી છે.

ચીનના રોગ નિયંત્રણ અધિકારીએ અજાણ્‍યા ન્‍યુમોનિયા અને વાયરસ પર નજર રાખવા માટે એક સર્વેલન્‍સ સિસ્‍ટમ ગોઠવી છે. આરોગ્‍ય અધિકારીઓએ લોકોને માસ્‍ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને ભીડવાળી જગ્‍યાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. જો કે, HMPV માટે હજુ સુધી કોઈ રસી ઉપલબ્‍ધ નથી.

ચીન પર પાંચ વર્ષ પહેલા કોરોના વાયરસના પ્રકોપ દરમિયાન પારદર્શિતાના અભાવનો આરોપ લગાવવામાં આવ્‍યો હતો. હવે એચએમપીવી કેસમાં પણ આ જ સવાલો ઉઠી રહ્યા છે. નિષ્‍ણાતો માને છે કે ચીન આ રહસ્‍યમય વાયરસ વિશે સંપૂર્ણ માહિતી શેર કરી રહ્યું નથી.

એચએમપીવીના વધતા જતા કેસોને ધ્‍યાનમાં રાખીને ચીની અધિકારીઓએ પરિસ્‍થિતિ પર ચાંપતી નજર રાખવાનો દાવો કર્યો છે. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા અને અન્‍ય આંતરરાષ્ટ્રીય એજન્‍સીઓ પણ આ નવા ખતરા પર નજર રાખી રહી છે. નિષ્‍ણાતો કહે છે કે માસ્‍ક પહેરવું, સ્‍વચ્‍છતા જાળવવી અને જાહેર સ્‍થળોએ સાવચેત રહેવું એ આ સમયે નિવારણનો સૌથી અસરકારક માર્ગ છે.

ચીનમાં વધી રહેલા ણ્‍પ્‍ભ્‍સ્‍ ચેપે ફરી એકવાર વૈશ્વિક સ્‍તરે ચિંતા વધારી છે. ચીન અને અન્‍ય દેશો આ સંભવિત રોગચાળાનો સામનો કેવી રીતે કરે છે તે જોવાનું બાકી છે.

ચીન વિશેનું આ સત્‍ય હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેલાઈ રહ્યું છે. દ્યણા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્‍ટ્‍સ દાવો કરે છે કે આ નવો વાયરસ ણ્‍પ્‍ભ્‍સ્‍ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીન પર નજર રાખનારા કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે હોસ્‍પિટલો અને સ્‍મશાનગૃહો હવે ભરાઈ ગયા છે. લોકો ઝડપથી આ વાયરસનો શિકાર બની રહ્યા છે. ઓનલાઈન શેર કરવામાં આવેલા વીડિયોમાં હોસ્‍પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. કેટલાક વપરાશકર્તાઓ કહે છે કે HMPV, ઈન્‍ફલ્‍યુએન્‍ઝા A, માયકોપ્‍લાઝમા ન્‍યુમોનિયા અને કોવિડ -૧૯ સહિતના ઘણા વાયરસ ચીનમાં એક સાથે ફેલાઈ રહ્યા છે. ચીન ફુલ એલર્ટ મોડ પર છે. જો કે, હજુ પણ આ વાયરસ વિશે વધુ યોગ્‍ય રીતે કહેવામાં આવી રહ્યું નથી.

એનડીટીવીના અહેવાલ મુજબ, ચીન હાલમાં માનવ મેટાપ્‍યુમોવાયરસથી સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે. HMPVમાં ફ્‌લૂ જેવા લક્ષણો જોવા મળે છે. તેના લક્ષણો પણ કોવિડ-૧૯ જેવા જ છે. અત્‍યારે ચીનના હાથ-પગ ભરાઈ ગયા છે. તેમના આરોગ્‍ય વિભાગને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. તેથી આરોગ્‍ય અધિકારીઓ પરિસ્‍થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

‘SARS-CoV-2 (COVID-19)’ નામના એક્‍સ-હેન્‍ડલ અનુસાર, ઈન્‍ફલ્‍યુએન્‍ઝા A, HMPV, માયકોપ્‍લાઝમા ન્‍યુમોનિયા અને કોવિડ-૧૯ સહિત દ્યણા વાયરસ ચીનમાં એક સાથે ફેલાઈ રહ્યા છે. જેના કારણે હોસ્‍પિટલો અને સ્‍મશાનગૃહો સંપૂર્ણ ભરાઈ ગયા છે. બાળકોની હોસ્‍પિટલો ખાસ કરીને ન્‍યુમોનિયા અને ‘વ્‍હાઇટ લંગ'ના વધતા કેસોથી પરેશાન છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, ચીનની રોગ નિયંત્રણ પ્રાધિકરણે શુક્રવારે કહ્યું કે તે અજાણ્‍યા પ્રકારના ન્‍યુમોનિયા માટે સર્વેલન્‍સ સિસ્‍ટમ ચલાવી રહી છે. શિયાળામાં શ્વાસ સંબંધી રોગોના કેસમાં વધારો થવાની સંભાવના છે. વિશિષ્ટ સિસ્‍ટમની સ્‍થાપનાનો હેતુ અધિકારીઓને અજાણ્‍યા રોગાણુઓ સાથે વ્‍યવહાર કરવા માટે પ્રોટોકોલ સ્‍થાપિત કરવામાં મદદ કરવાનો છે. પાંચ વર્ષ પહેલાં, જયારે કોવિડ-૧૯ નું કારણ બને છે તે કોરોનાવાયરસ પ્રથમ વખત ઉભરી આવ્‍યો હતો, ત્‍યારે ખૂબ જ ઓછી તૈયારી હતી.(

(4:46 PM IST)