News of Friday, 3rd January 2025
અમેરિકામાં ઈમારત સાથે ટકરાયું વિમાન ર ના મોતઃ ૧પને ઈજાઃ કેલિફોર્નિયાની ઘટના

કેલિફોર્નિયા, તા.૩: અમેરિકામાં વધુ એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું છે. તાજેતરમાં જ કઝાકિસ્તાન એરલાઇન્સનું વિમાન અને એના પછી દ.કોરિયામાં જેજુ એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ થઇ હતી. હજુ આ મામલો ભૂલાયો પણ નથી ત્યાં અમેરિકામાં વધુ એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી સામે આવી રહી છે.
માહિતી અનુસાર દક્ષિણ કેલિફોર્નિયામાં એક વિમાન ક્રેશ થવાની જાણકારી મળી રહી છે. સ્થાનિક મીડિયાએ કહ્યું કે આ એક નાનું વિમાન હતું જે ફર્નિચરના ગોડાઉન સાથે ટકરાઈ ગયું. જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા જયારે ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઈમારતની છત પરથી ધૂમાડાના ગોટેગોટા ઉડતાં દેખાઈ રહ્યા છે.
આ વિમાન દુર્ઘટના લગભગ ૨:૧૫ વાગ્યે સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂની શરૂઆત કરી હતી. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે આગ ફાટી નીકળી હતી જેના લીધે ગોડાઉનને પણ નુકસાન થયું. અહીં સિલાઈ મશીન, કાપડનો સ્ટોક મૂકી રાખવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ફલાઈટ ટ્રેકિંગ વેબસાઇટે દાવો કર્યો હતો કે આ વિમાન ફોર સીટર હતું અને ઉડાન ભર્યાની એક જ મિનિટ બાદ તે ઈમારત સાથે ટકરાઈ ગયું હતું.
નોંધનીય છે કે, જે ફૂટેજ સામે આવ્યા છે તેમાં, વેરહાઉસની છતમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો જયાં પ્લેન લગભગ ૨:૧૫ વાગ્યે બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ સાથે ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને બચાવ્યા હતા.
દુર્ઘટના બાદ સ્થળ પર આગ ફાટી નીકળી હતી. આગથી વેરહાઉસને નુકસાન થયું હતું, જેમાં સિલાઈ મશીન અને કાપડનો સ્ટોક હતો. એજન્સીના રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું છે કે, ‘ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ કયા પ્રકારનું પ્લેન હતું અથવા ઈજાગ્રસ્ત લોકો પ્લેનમાં હતા કે જમીન પર હતા તે તરત જ જાણી શકાયું નથી.'
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
