News of Friday, 3rd January 2025
દિલ્હીમાં આવતા અઠવાડિયે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખો
ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાશે અને ૧૫ ફેબ્રુઆરીએ પરિણામ આવશે

નવી દિલ્હી તા. ૩ : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ ૭ અથવા ૮ જાન્યુઆરીએ દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાશે અને ૧૫ ફેબ્રુઆરીએ પરિણામ આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ૧૧થી ૧૩ ફેબ્રુઆરી વચ્ચે એકજ તબક્કામાં મતદાન થવાની સંભાવના છે. ૧૫ કે ૧૬ ફેબ્રુઆરીએ મતગણતરી થઈ શકે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચે અંતિમ ઓપ આપી દીધો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ ૬ જાન્યુઆરી સુધીમાં દિલ્હીમાં નવી મતદાર યાદી પણ બહાર પાડશે. જો બધું સમયસર રહ્યું તો, દિલ્હીમાં નવી સરકારની રચના અંગેનું ચિત્ર ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે.દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ તમામ મોટી સ્થાનિક પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર ચાલુ કરી દીધો છે. એકબીજી પાર્ટીઓ પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. સાથે જ તમામ પક્ષોએ જનતાને અલગ-અલગ વચનો આપવાનું પણ શરૂ કરી દીધું છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
