<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

રેલવેમાં વિવિધ પોસ્ટ માટે 32 હજારની ભરતી:18થી 36 વર્ષના ઉમેદવાર 23મી સુધી ભરી શકશે ફોર્મ : જાણો વિગતવાર

ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ, એસસી, એસટી વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ

નવી દિલ્હી :રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ-ડી લેવલ-1 ની પોસ્ટ માટે 32 હજાર જગ્યા પર ભરતીની જાહેરાત કરવામા આવી છે. જેના માટે ઉમેદવારો 23 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ઓફિશિયલ વેબસાઈટ મારફતે અરજી કરી શકશે. ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 36 વર્ષ સુધીની હોવી જોઈએ. જ્યારે ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ, એસસી, એસટી વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

મહત્ત્વનું છે કે, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ભરતીમાં વિવિધ રેલવે ઝોનની પણ માહિતી જાહેર કરાઇ છે. જેમાં ગુજરાત જે રિજિયનમાં આવે છે તે વેસ્ટર્ન રેલવેમાં 4672 જગ્યા પર ભરતી કરાશે. જે નોર્થ રેલવે બાદ સૌથી વધારે છે.

અરજી કરવા માટે સામાન્ય, ઓબેસ અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે એસસી, એસટી અને મહિલા ઉમેદવારોએ અરજી કરવા રૂ. 250 ચૂકવવાના રહેશે. પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોને ફી પરત કરાશે.

સૌથી પહેલા ઉમેદવારોની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવાશે અને ત્યારબાદ ફિઝિકલ પરીક્ષા લેવાશે. ભરતી પ્રક્રિયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પરીક્ષા પૂર્ણ થયા પૂર્ણ થશે. પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતમાં રૂ. 18 હજાર દર મહિને પગાર ચૂકવવામાં આવશે. જે સરકારના નિયમ મુજબનો રહેશે.

રેલવેમાં આ પોસ્ટ માટે ભરતી કરાશે

પોઈન્ટસમેન-બીમાં 5058 જગ્યા

આસિસ્ટન્ટ(ટ્રેક મશીન)માં 799 જગ્યા

આસિસ્ટન્ટ (બ્રિજ)માં 301 જગ્યા

ટ્રક મેઈન્ટેઈનરમાં 13187 જગ્યા

આસિસ્ટન્ટપી-વેમાં 247 જગ્યા

આસિસ્ટન્ટ(સી એન્ડ ડબ્લ્યૂ)માં 2587 જગ્યા

આસિસ્ટન્ટ ટીઆરડીમાં 1381 જગ્યા

આસિસ્ટન્ટએસ એન્ડ ટીમાં 2012 જગ્યા

આસિસ્ટન્ટ લોકો શેડ (ડીઝલ)માં 420 જગ્યા

આસિસ્ટન્ટ લોકો શેડ (ઈલે.)માં 950 જગ્યા

આસિસ્ટન્ટ ઓપરેશન (ઈલે.)માં 744 જગ્યા

આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસીમાં 1041 જગ્યા

આસિસ્ટન્ટ ટીએલ (વર્કશોપ)માં 624 જગ્યા

આસિસ્ટન્ટ (વર્કશોપ)માં 3077 જગ્યા

(7:25 PM IST)