News of Saturday, 4th January 2025
મુકેશ અંબાણી દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા :પુત્ર અનંત સાથે ભગવાન કાળિયા ઠાકરને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા
રિલાયન્સના કાફલા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પિતા-પુત્રએ દ્વારકાધીશને શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા: જગત મંદિરમાં અંબાણી પિતા-પુત્રએ શ્રીજીના ઉત્થાપન દર્શન કરી શીશ ઝૂકાવી પાદુકા પૂજન પણ કર્યું

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષના ત્રીજા દિવસે આજે રિલાયન્સ કંપનીના સર્વેસર્વા મુકેશ અંબાણી પોતાના પુત્ર અનંત સાથે આવ્યા હતા. જ્યાં રિલાયન્સના કાફલા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પિતા-પુત્રએ દ્વારકાધીશને શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
આજે સાંજે 5 વાગ્યાની આસપાસ મુકેશ અંબાણી પુત્ર અનંત સાથે હેલિપેડ પર ઉતર્યા હતા. જ્યાંથી બાય રોડ તેવો દ્વારકા જગત મંદિર પહોંચ્યા હતા. જગત મંદિરમાં અંબાણી પિતા-પુત્રએ શ્રીજીના ઉત્થાપન દર્શન કરી શીશ ઝૂકાવી પાદુકા પૂજન પણ કર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જામનગર ખાતે આવેલી રિલાયન્સ કંપનીના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન રંગારંગ કાર્યક્રમમાં અનેક બૉલિવૂડ હસ્તિઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આજે મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા અહી જગતમંદિરમાં કાળિયા ઠાકરના દર્શન કરીને પિતા-પુત્રએ ધન્યતા અનુભવી હતી.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
